દ્રવિડ પહોંચ્યો ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં, કોહલી-શાસ્ત્રી સાથે કરી મુલાકાત

Published: Sep 20, 2019, 20:38 IST | Bangalore

રાહુલ દ્રવિડ શુક્રવારે બેંગ્લુરુમાં ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન દ્રવિડે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની મુલાકાત કરી હતી. ભારતીય ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-20 રમશે.

PC : BCCI
PC : BCCI

Mumbai : ભારતીય ટીમનો પૂર્વ સુકાની અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ શુક્રવારે બેંગ્લુરુમાં ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન દ્રવિડે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની મુલાકાત કરી હતી. ભારતીય ટીમ અહિયાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-20 રમશે. ભારતે મોહાલી ખાતેની બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી. ધર્મશાલા ખાતેની પ્રથમ ટી-20 વરસાદના લીધે રદ થઇ હતી. દ્રવિડ બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ છે. દ્રવિડ અને શાસ્ત્રીના ફોટોને બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, જ્યારે ભારતીય ક્રિકેટના બે મહાન ક્રિકેટર્સ મળ્યા.આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

દ્રવિડ ઇન્ડિયા-A અને અંડર-19 ટીમનો કોચ હતો
દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બન્યા પહેલા ઇન્ડિયા-A અને અંડર-19 ટીમનો કોચ હતો. તેને જુલાઈમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. દ્રવિડના માર્ગદર્શન હેઠળ શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, ઋષભ પંત, નવદીપ સૈની અને દિપક ચહરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવી છે. દિપકે મોહાલી ખાતેની બીજી ટી-20માં સારો દેખાવ કરતા 2 વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK