ટી20 રૅન્કિંગમાં રાહુલ અને કોહલી ટૉપ ટેનમાં યથાવત્ : ડેવિડ મલાન છે નંબર વન

Published: Sep 10, 2020, 10:53 IST | IANS

આઇસીસીના ટી20 રૅન્કિંગમાં કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ ટૉપ ટેનમાં જગ્યા બનાવી રાખી છે

ડેવિડ મલાન
ડેવિડ મલાન

આઇસીસીના ટી20 રૅન્કિંગમાં કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ ટૉપ ટેનમાં જગ્યા બનાવી રાખી છે. જોકે ઇંગ્લૅન્ડનો ડેવિડ મલાન નંબર વન પર પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટી20 સિરીઝ પૂરી થતાં નવા રૅન્કિંગ આવ્યાં છે. આ રૅન્કિંગ પ્રમાણે રાહુલ બે સ્થાન નીચે એટલે કે ચોથા ક્રમે છે, જ્યારે કોહલી નવમા સ્થાને આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાને ૨-૧થી સિરીઝ હરાવીને ઇંગ્લૅન્ડનો ડેવિડ મલાન પહેલા ક્રમે છે. તે ચાર સ્થાન પ્રોગ્રેસ કરીને પહેલો આવ્યો છે. તે પાકિસ્તાનના બાબર આઝમ કરતાં આઠ પૉઇન્ટ આગળ છે. જૉની બૅરસ્ટ્રો ત્રણ સ્થાનના પ્રોગ્રેસ સાથે કરીઅરના બેસ્ટ સ્થાન ૧૯મા ક્રમે છે. જોસ બટલર પણ ૪૦મા સ્થાનથી સીધો ૨૮મા સ્થાને આવી ગયો છે. ઍરોન ફિન્ચ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને યથાવત્ રહ્યો છે. ગ્લેન મૅક્સવેલ બૅટ્સમૅનની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને યથાવત્ છે, જ્યારે ઑલરાઉન્ડરની રૅન્કિંગમાં તે મોહમ્મદ નબી બાદ બીજા ક્રમે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK