રફેલ નડાલે સતત બીજીવાર રોજર્સ કપ જીતી 35મું માસ્ટર્સ ખિતાબ જીત્યો

Published: Aug 13, 2019, 21:20 IST | Mumbai

ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફરી વિશ્વને બતાવી દીધું છે કે તે હજું લાંબી ઇનીંગ રમી શકે છે. રફેલ નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદેવને 6-3, 6-0થી હરાવીને સતત બીજીવાર રોજર્સ કપ 2019નું ટાઇટલ પોતાના નામે કર્યું. આ તેનો રેકોર્ડ 35મો માસ્ટર્સ 1000મો ખિતાબ છ

રફેલ નડાલે રોજર્સ કપ 2019નો ખિતાબ જીત્યો
રફેલ નડાલે રોજર્સ કપ 2019નો ખિતાબ જીત્યો

Mumbai : ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફરી વિશ્વને બતાવી દીધું છે કે તે હજું લાંબી ઇનીંગ રમી શકે છે. રફેલ નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદેવને 6-3, 6-0થી હરાવીને સતત બીજીવાર રોજર્સ કપ 2019નું ટાઇટલ પોતાના નામે કર્યું. આ તેનો રેકોર્ડ 35મો માસ્ટર્સ 1000મો ખિતાબ છે. તો બીજી તરફ મહિલા સિંગલ્સમાં કેનેડાની બિયાન્કા આંદ્રેસ્કૂ ચેમ્પિયન બની હતી. ઉલ્લેખનીય છે કે નડાલ છેલ્લા ઘણા સમયથી ઇજાઓથી પરેશાન હતો અને નિષ્ણાંતો કહી રહ્યા હતા કે નડાલની કારકિર્દી ખતમ થઇ ગઇ. ત્યારે નડાલે આ ટાઇટલ જીતીને તમામ નિષ્ણાંતોને જવાબ આપી દીધો હતો.


નડાલે પાંચમી વાર આ ખિતાબ જીત્યો
નડાલે આ મેચમાં મેદવેદેવને 70 મિનિટમાં હરાવી દીધો. તેણે આ ટુર્ના.માં પાંચમી વખત ખિતાબ જીત્યો. વર્તમાન સીઝનમાં આ તેનું ત્રીજું ટાઇટલ છે. તે રોમ માસ્ટર્સ અને ફ્રેન્ચ ઓપન પણ જીતી ચૂક્યો છે અને સીઝનમાં 3 ખિતાબ જીતનારો ચોથો ખેલાડી છે.


મારે હજું ઘણું શીખવાનું બાકી છે : નડાલ
મેચ જીત્યા બાદ નડાલે કહ્યું, 'મારે હજુ ઘણું શીખવાનું છે. હું આવતા વર્ષે જુદી-જુદી મેચોમાં રમવા માટે નવી ચીજો શીખીને આવીશ. મેદવેદેવ ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે પણ આજનો દિવસ મારા માટે સારો હતો. હું આ વર્ષે સિનસિનાટી માસ્ટર્સમાં નહીં રમું.' નડાલ ગત વર્ષે પણ સિનસિનાટી માસ્ટર્સમાં નહોતો રમ્યો.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

સેરેના વિલિય્સ ઇજાના કારણે ખસી જતાં આંદ્રેસ્કુ ચેમ્પિયન બની
મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ પીઠના દુખાવાના કારણે મેચમાંથી ખસી ગઇ. ત્યારે તે પ્રથમ સેટમાં 1-3થી પાછળ હતી. કેનેડાની 19 વર્ષીય બિયાન્કા આંદ્રેસ્કૂએ ખિતાબ જીતી લીધો. તે અહીં ચેમ્પિયન બનનારી 50 વર્ષ બાદ પ્રથમ કેનેડિયન મહિલા ખેલાડી છે. 1969માં ફાએ અર્બન ચેમ્પિયન બની હતી. આ આંદ્રેસ્કૂનો પહેલો માસ્ટર્સ-1000 ખિતાબ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK