Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટેનિસ સ્ટાર રાફેલ નડાલે પ્રેમિકા મેરી પેરેલો સાથે કરી સગાઈ

ટેનિસ સ્ટાર રાફેલ નડાલે પ્રેમિકા મેરી પેરેલો સાથે કરી સગાઈ

24 July, 2019 03:45 PM IST |

ટેનિસ સ્ટાર રાફેલ નડાલે પ્રેમિકા મેરી પેરેલો સાથે કરી સગાઈ

નડાલ અને મેરી છેલ્લા 14 વર્ષથી પ્રેમમાં હતાં

નડાલ અને મેરી છેલ્લા 14 વર્ષથી પ્રેમમાં હતાં


સ્પેનિશ ટેનિસ સ્ટાર અને 17 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ વિજેતા રાફેલ નડાલે તેની પ્રેમિકા મેરી પેરેલો સાથે સગાઈ કરી છે. નડાલ અને મેરી છેલ્લા 14 વર્ષથી પ્રેમમાં હતાં અને માનવામાં આવી રહ્યું છે કે આવનારા થોડા જ સમયમાં બન્ને લગ્ન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નડાલે ગયા વર્ષે જ તેમની મેરી પેરેલો સામે તેમની રોમ પ્રવાસ દરમિયાન લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો.

નડાલ આ પહેલા પણ ઘણીવાર લગ્ન કરવાની શક્યતા દર્શાવી ચુક્યા છે. પરંતુ આ વખતે તેમની શક્યતાઓ હકીકતમાં બદલાઈ શકે છે. આ વર્ષની શરૂઆત નડાલ માટે સારી રહી નથી. ઓસ્ટ્રેલિયન ઓપન 2019માં નોવાક જોકોવિચ સામે તેની હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નડાલ એક પણ સેટ જીતી શક્યો નહોતો.



32 વર્ષિય નડાલ સામાન્ય રીતે તેમની પર્સનલ લાઈફ શૅર કરવાનું ટાળે છે. નડાલ સોશિયલ મીડિયા પર પણ તેમની પર્સનલ લાઈફ ખુબ ઓછી શૅર કરે છે


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK