ઈજા થતાં પૅરિસ માસ્ટરમાંથી નડાલ બહાર

Published: Nov 04, 2019, 14:12 IST | પૅરિસ

ટેનિસ સ્ટાર પ્લેયર રાફેલ નડાલ ઈજાને કારણે પૅરિસ માસ્ટર્સની સેમી ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે.

રાફેલ નડાલ
રાફેલ નડાલ

ટેનિસ સ્ટાર પ્લેયર રાફેલ નડાલ ઈજાને કારણે પૅરિસ માસ્ટર્સની સેમી ફાઇનલમાંથી બહાર થઈ ગયો છે. સેમી ફાઇનલ પહેલાં તે ઈજાગ્રસ્ત થતાં તેનો હરીફ ડેનિસ શાપોવાલોવ ફાઇનલમાં પહોંચ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો નોવાક જૉકોવિચ સામે થશે. 

ટુર્નામેન્ટમાંથી છેલ્લી ઘડીએ બહાર થયા બાદ નડાલે કહ્યું હતું કે ‘આને બદનસીબી કહેવાય. આજે જે થયું એને એક અલગ વસ્તુ કહી શકાય. આવું જ્યારે થાય છે ત્યારે આપણે માત્ર એને સ્વીકારવું પડે છે અને આગળ વધવું પડે છે. મારા ખ્યાલથી મારે અફસોસ કરવા કરતાં આગામી ટુર્નામેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મારા માટે હવે એ જ મહત્ત્વનું લક્ષ્ય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK