સાંઈ મોહન
મેલબર્ન, તા. ૨૯
ગઈ કાલે પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦)ના ત્રીજા દિવસે તેમણે પુત્રની ૩૧ રનની ઇનિંગ્સ અને પછી તેણે લીધેલી એક વિકેટના પફોર્ર્મન્સને માણ્યો હતો.
અશ્વિન પોતાના નામની આગળ પિતાનું નામ રવિચન્દ્રન લખે છે. રવિચન્દ્રન પોતાના પુત્રની મૅચ જોવા સ્ટેડિયમમાં ભાગ્યે જ જાય છે. વલ્ર્ડ કપની મૅચો વખતે પણ તેમણે કોઈ પ્રવાસ નહોતો કયોર્ અને ઘરમાં બેસીને જ મૅચો જોઈ હતી. તેમણે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા દીકરાને મેલબર્નમાં રમતો જોઈ રહ્યો છું એ હજી પણ મારા માનવામાં નથી આવતું. યુવાનવયે રેડિયો પર કૉમેન્ટરીઓ સાંભળીને અને ટીવી પર મૅચો જોઈને મને મેલબર્નમાં મૅચ જોવાની બહુ ઇચ્છા થતી હતી અને ત્યારે મેં વિચાર્યું હતું કે ક્યારેક તો આ ઐતિહાસિક સ્ટેડિયમમાં બેસીને હું મૅચ જોઈશ જ. મને શું ખબર હતી કે હું મારા જ પુત્રની મૅચ જોવા અહીં આવીશ. આવું બનશે એની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.’
પુત્ર અશ્વિનને મળ્યા, પણ ક્રિકેટની વાતો ન કરી રવિચન્દ્રન ગઈ કાલની રમત પછી પુત્ર અશ્વિનને તેની હોટેલમાં જઈને તેને મળ્યા હતા. જોકે તેની સાથે તેમણે ક્રિકેટ સિવાયની જનરલ વાતો કરી હતી. રવિચન્દ્રને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા પુત્ર સાથે ક્રિકેટની વાતો ભાગ્યે જ કરું છું. આર. રામનાથ નામના મારા મિત્રના આગ્રહથી જ હું અહીં આવ્યો છું. મારા દીકરાએ થોડા દિવસ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામે બાવીસ વિકેટ લઈને જે બહુ સારું પફોર્ર્મ કર્યું એનો મને બેહદ આનંદ છે.’
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ટીમમાં અશ્વિનને પાછો લાવો : બ્રૅડ હૉગ
2nd March, 2021 09:50 ISTરોહિત, અશ્વિન, અક્ષરની આગેકૂચ
1st March, 2021 12:58 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTટીવી-અમ્પાયરની એન્ટ્રી બાદ વધી ગયા નો-બૉલ
12th February, 2021 12:23 IST