સિંધુને મળ્યો 50 કરોડનો કૉન્ટ્રૅક્ટ

Feb 09, 2019, 10:12 IST

ચાઇનીઝ સ્પોર્ટ્સ બ્રૅન્ડ લી નિંગ સાથે કરી ચાર વર્ષ માટે બૅડ્મિન્ટનજગતની સૌથી મોટી સ્પૉન્સરશિપ ડીલ

સિંધુને મળ્યો 50 કરોડનો કૉન્ટ્રૅક્ટ
પી. વી. સિંધુ

ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયનમાં સિલ્વર મેડલ જીતનાર મહિલા બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ચાઇનીઝ સ્પોર્ટ્સ બ્રૅન્ડ લી નિંગ સાથે ૫૦ કરોડ રૂપિયાની સ્પૉન્સરશિપ ડીલ સાઇન કરી છે. ભારતમાં લી નિંગની પાર્ટનર સનલાઇટ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મહેન્દ્ર કપૂરે કહ્યું હતું કે ‘સિંધુનો કરાર બૅડ્મિન્ટન આલમના સૌથી મોટા કરારમાંનો એક છે. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટમાં સ્પૉન્સરશિપ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે.’

અગાઉ પુમાએ ૨૦૧૭માં કોહલી સાથે આઠ વર્ષ માટે ૧૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો.

આ પણ વાંચો : જેમાઇમા રૉડ્રિગ્સના ૭૨ રન રોમાંચક મૅચમાં ગયા વ્યર્થ

રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. લી નિંગે આ પહેલાં પણ ૨૦૧૪-’૧૫માં સિંધુ સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો, પરંતુ ત્યારે આ કરાર ૧.૨૫ કરોડ રૂપિયાનો હતો. લી નિંગે મનુ અત્રિ અને બી. સુમિત રેડ્ડીની મેન્સ ડબલ્સને જોડી સાથે બે વર્ષ માટે ચાર-ચાર કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. ગયા મહિને જ આ કપંનીએ ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાન્ત સાથે ચાર વર્ષ માટે ૩૫ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK