મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપુર ઓપનમાં પીવી સિન્ધુ પર તમામની નજર

મુંબઈ | Apr 08, 2019, 20:42 IST

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુ છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનથી પસાર થઇ રહી છે. ત્યારે મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તમામની નજર પીવી સિન્ધુ પર રહેશે.

મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપુર ઓપનમાં પીવી સિન્ધુ પર તમામની નજર
File Photo

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુ છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનથી પસાર થઇ રહી છે. ત્યારે મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તમામની નજર પીવી સિન્ધુ પર રહેશે. સિન્ધુ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઇ ગઇ હતી. તો ત્યાર બાદ મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં તે હારીને બહાર થઇ ગઇ હતી.

મંગળવારથી અહીં શરૂ થનારા
3,55,000 ડોલર ઈનામી રાશિ સિંગાપુર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફોર્મમાં પરત ફરવાનો પ્રયત્ન કરશે. સિંધુ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી, જ્યારે મલેશિયા ઓપનમાં તે બીજા રાઉન્ડથી આગળ વધવામાં અસફળ રહી હતી.

પીવી સિન્ધુનો પહેલા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની લાયની અલેસાંદ્રા સામે મુકાબલો
સિંગાપુરમાં મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપુર ઓપન ટુર્નામેન્ટની ઇનામી રાશી 3.55 લાખ ડોલર છે. આ સિંગાપુર ઓપન ટુર્નામેન્ટમાં પીવી સિન્ધુનો પહેલો મુકાબલો ઇન્ડોનેશિયાની લાયની અલેસાંદ્રા મૈનાકી સામે થશે. પીવી સિન્ધુની વાત કરીએ તો આ પહેલા ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં તે ચીનની બિંગજીયાઓ સામે હારી હતી. ચાલુ સિઝનમાં ટાઇટલ જીતનારી ભારતની સ્ટાર ખેલાડી સાઇના નેહવાલે પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કની ઉભરતી ખેલાડી હોયમાર્ક કયાર્સફીલ્ડ વિરુદ્ધ સતર્ક રહેવું પડશે.

આ પણ વાંચો : સિંધુ અને નીરજ ચોપડા સ્પોર્ટ્સ પર્સન ઑફ ધ યર

કિદાંબી શ્રીકાંત પર પણ રહેશે નજર
પુરુષ વર્ગમાં ભારતના સ્ટાર કિદાંબી શ્રીકાંત પર રહેશે. આ
BWF વિશ્વ ટૂર સુપર 500 સ્પર્ધામાં તે ક્વોલિફાયર સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. અન્ય ખેલાડીઓમાં એચએસ પ્રણોયનો સામનો ફ્રાન્સના બ્રાઇસ લેવરડેજ સામે જ્યારે સ્વિસ ઓપનના ફાઇનલિસ્ટ બીસાઈ પ્રણીતનો સામનો વિશ્વના નંબર-1 ખેલાડી અને ટોપ વરીયતા પ્રાપ્ત કેન્ટો મોમોટા સામે થશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK