આગામી ટુર્નામેન્ટ્સમાં મેડલ જીતવા માટે સિંધુ કરી રહી છે મહેનત

મુંબઈ | Jul 04, 2019, 20:14 IST

સિંધુએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વર્ષ એટલું સારું નથી રહ્યું. પણ મને સંતોષ છે. મને લાગે છે કે મારે વધારે સારું પ્રદર્શન કરવું પડશે.

આગામી ટુર્નામેન્ટ્સમાં મેડલ જીતવા માટે સિંધુ કરી રહી છે મહેનત
આગામી ટુર્નામેન્ટ્સમાં મેડલ જીતવા માટે સિંધુ કરી રહી છે મહેનત(ફાઈલ તસવીર)

ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ કહ્યું કે તેનું અત્યાર સુધીનું વર્ષ એટલું સારું નથી રહ્યું પરંતુ તેને આશા છે કે જુલાઈ 16થી શરૂ થતી ઈન્ડોનેશિયા ઓપન સહિતની ઈવેન્ટમાં તે સારું પર્ફોર્મ કરશે. સિંધુએ અત્યાર સુધીમાં 6 ટુર્નામેન્ટ રમી છે જેમાંથી તે એકમાં પણ ફાઈનલમાં નથી પહોંચી. ઈન્ડિયા ઓપન અને સિંગાપોર ઓપનમાં તે સેમિફાઈનલમાં પહોંચી હતી.

સિંધુએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વર્ષ એટલું સારું નથી રહ્યું. પણ મને સંતોષ છે. મને લાગે છે કે મારે વધારે સારું પ્રદર્શન કરવું પડશે. એવું નથી કે હું ખુશ છું પરંતુ તમારે હંમેશા વિચારવું જોઈએ કે તમને હંમેશા વધુ એક મોકો મળે છે.

23 વર્ષની સિંધુએ કહ્યું કે તેણે એક મહિનાના બ્રેક દરમિયાન ખૂબ જ મહેનત કરી છે. અને તેને વિશ્વાસ છે કે તે ઈન્ડોનેશિયા, જાપાન અને થાઈલેન્ડમાં સારું પ્રદર્શન કરશે. તે પોતાનું 100 ટકા આપવા તૈયાર છે.

ઈન્ડોનેશિયા ઓપન જુલાઈ 16થી શરૂ થાય છે જ્યારે જાપાન ઓપન અને થાઈલેન્ડ ઓપન 23 અને 30 જુલાઈથી શરૂ થશે.

સિંધુએ કહ્યું કે, "મેં માનસિક અને શારીરિક બંને પ્રકારની ફિટનેસ પણ કામ કર્યું છે. હાલમાં મેચ ઘણા લાંબા ચાલે છે. આ તમામ એક ચેઈન જેવું છે જેમાં તમારે ઘણું કરવાનું રહે છે. તમારા માત્ર ફિઝીકલ વસ્તુઓ પર જ ધ્યાન આપવાનું છે અને તમારી સ્કીલ પર નહીં. મે મારી સ્કીલ પર ઘણું કામ કર્યું છે. હવે ગેમ ઘણી બદલાઈ ગઈ છે. તમારે તમામ સ્તરે કામ કરવું પડે છે. હું પણ તેના પર કામ કરી રહી છું."

આ પણ વાંચોઃ મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

પત્રકારો સાથેની વાતચીતમાં સિંધુએ એવું પણ કહ્યું કે તેની નવા કોચ સાથેની ટ્રેનિંગ પણ સારી ચાલી રહી છે. તે તેના નવા કોચ પાસેથી નવી નવી ટેક્નિક શીખી રહી છે. સાથે તેનું લક્ષ્ય આવતા વર્ષે થનારા ટોકિયો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK