સિન્ધુએ કર્યું દસ લાખ રૂપિયાનું દાન

Published: Mar 27, 2020, 14:43 IST | Agencies | Hyderabad

ભારતીય મહિલા બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિન્ધુએ કોરોના વાઇરસ સામે લડી રહેલા દરદીઓની મદદ માટે ૧૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

પી. વી. સિન્ધુ
પી. વી. સિન્ધુ

ભારતીય મહિલા બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિન્ધુએ કોરોના વાઇરસ સામે લડી રહેલા દરદીઓની મદદ માટે ૧૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મી કલાકારોની સાથે સ્પોર્ટ્સ જગતના મહારથીઓ પણ આ મુશ્કેલ ઘડીમાં કેન્દ્ર સરકારને તેમ જ રાજ્ય સરકારને પૈસાનું દાન કરી રહ્યા છે. આ દાન લોકોની હેલ્થની કાળજી માટે તેમ જ રોજેરોજ કામ કરીને ખાતા ગરીબ લોકો માટે કરવામાં આવી રહ્યું છે. સિન્ધુ ઉપરાંત બજરંગ પુનિયા અને ગૌતમ ગંભીરે પણ પોતાના તરફથી બનતા પ્રયાસ કર્યા છે અને ડોનેશન આપ્યું છે. સાનિયા મિર્ઝા પણ દૈનિક કમાણી પર જીવનારા લોકોની મદદ માટે આગળ આવી હતી. ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળે પણ બંગાળ સરકારને નાણાંની મદદ કરી છે. આ સંદર્ભે ટ્વીટ કરતાં સિન્ધુએ કહ્યું કે ‘કોરોના વાઇરસ સામેની લડતમાં મદદરૂપ થવા હું તેલંગણ અને આંધ્ર પ્રદેશ રાજ્યના ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં પાંચ-પાંચ લાખ રૂપિયા ડોનેટ કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK