આજે મારી માતાનો જન્મદિવસ છે, આ જીત તેને સમર્પિત : પીવી સિન્ધુ

Published: Aug 25, 2019, 19:55 IST | Mumbai

પીવી સિન્ધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં ફાઈનલમાં ઓકુહારાને હરાવી ઈતિહાસ રચ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત પીવી સિન્ધુ માટે એટલા માટે મહત્વની હતી કારણ કે આજે તેની માતાનો જન્મદિવસ હતો. પીવી સિન્ધુએ તેની જીત તેની માતાને સમર્પીત કરી હતી.

Mumbai : ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં ફાઈનલમાં ઓકુહારાને હરાવી ઈતિહાસ રચ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત પીવી સિન્ધુ માટે એટલા માટે મહત્વની હતી કારણ કે આજે તેની માતાનો જન્મદિવસ હતો. પીવી સિન્ધુએ તેની જીત તેની માતાને સમર્પીત કરી હતી. જીત બાદ પીવી સિંધુએ કહ્યું કે, આજે તેની માતાનો જન્મદિવસ છે અને જીત તેને સમર્પિત કરે છે. ફાઈનલમાં તેણે  21-7, 21-7થી જીત મેળવી હતી. તે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની ગઈ છે.


પીવી સિન્ધુની માતાનો આજે જન્મદિવસ હોય આ જીત તેણે માતાને સમર્પિક કરી
પીવી સિન્ધુએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યા બાદ કહ્યું કે
, 'આજે મારી માતાનો જન્મદિવસ છે અને આ જીત હું તેમને સમર્પિત કરુ છું. ત્યાર બાદ દર્શકોએ હેપ્પી બર્થડે સોન્ગ વગાડીને સિંધુને શુભેચ્છા આપી હતી.'
પીવી સિન્ધુ 2017ની ફાઇનલમાં ઓકૂહારા સામે હારી હતી
ફાઇનલ મેચમાં પીવી સિન્ધુ શરૂઆતથી જ હરીફ ખેલાડી ઓકુહારા સામે હાવી રહી હતી. આમ આ પહેલા વર્ષ 2017 માં આજ ટુર્નામેન્ટની ફાઇનલમાં પીવી સિન્ધુનો ઓકુહારા સામે હારી હતી. જેનો આજે તેણે બદલો પુરો કર્યો હતો. તે આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી ફાઇનલમા પહોંચી હતી અને તેણે આ વખતે પોતાના મેડલનો કલર બદલ્યો હતો. સિંધુની પાસે આ ટૂર્નામેન્ટમાં ત્રણ મેડલ થઈ ગયા છે. તેણે આ પહેલા બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.


આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

હું તમામ દર્શકો અને ચાહકોનો આભાર માનું છું : પીવી સિન્ધુ
ઈતિહાસ રચ્યા બાદ પીવી સિન્ધુએ દર્શકોનો આભાર માનતા કહ્યું કે, હું દર્શકોનો આભાર વ્યક્ત કરુ છું જેણે મેચમાં મારૂ સમર્થન કર્યું.' તો તેણે પોતાના ગુરૂ એવા કોચ ગોપીચંદ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK