Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આખરે સિંધુ ફાઇનલ જીતી

આખરે સિંધુ ફાઇનલ જીતી

24 December, 2018 05:18 PM IST |

આખરે સિંધુ ફાઇનલ જીતી

ટાઈટલ જીત્યા બાદ પી વી સિંધુ

ટાઈટલ જીત્યા બાદ પી વી સિંધુ


ગઈ કાલે ચીનમાં યોજાયેલા બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જીત્યા બાદ ભારતીય બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાઇનલમાં તેણે ૨૦૧૭ની વર્લ્ડ ચૅમ્પિયન નોઝોમી ઓકુહારાને હરાવી હતી. સાત જેટલી ફાઇનલમાં હાર બાદ સિંધુએ આ વિજય મેળવ્યો હતો તેમ જ આ ટાઇટલ જીતનારી સિંધુ પહેલી ભારતીય ખેલાડી બની હતી. ત્રીજી વખત ફાઇનલમાં રમી રહેલી સિંધુને ગયા વર્ષે જપાનની અકાને યામાગુચી સામે હારીને સિલ્વર સાથે જ સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે સિંધુ ઓકુહારાને ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવવામાં સફળ રહી હતી.

છેલ્લા ઘણા સમયથી ફાઇનલમાં જીત મેળવવામાં નિષ્ફળ રહેલી સિંધુએ હર્ષનાં આંસુ સાથે રાહતનો શ્વાસ લીધો હતો. સાઇના નેહવાલ ૨૦૧૧ વર્લ્ડ સુપર સિરીઝ ફાઇનલ્સની ફાઇનલમાં પહોંચી હતી તો ૨૦૦૯માં જ્વાલા ગુટ્ટા અને વી દીબુની જોડી મિક્સ્ડ ડબલ્સમાં રનર્સ-અપ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 05:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK