પંજાબના બોલિંગ-કોચે જણાવ્યું શમીની સફળતાનું રહસ્ય

Published: Sep 14, 2020, 11:36 IST | IANS | Kolkata

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ-કોચ ચાર્લ લૅન્ગેવેલ્ટનું માનવું છે કે મોહમ્મદ શમીની સફળતાનું કારણ તેની આકરી મહેનત અને ટૉપ લેવલની ટ્રેઇનિંગ છે.

 મોહમ્મદ શમી
મોહમ્મદ શમી

 ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ-કોચ ચાર્લ લૅન્ગેવેલ્ટનું માનવું છે કે મોહમ્મદ શમીની સફળતાનું કારણ તેની આકરી મહેનત અને ટૉપ લેવલની ટ્રેઇનિંગ છે. હાલની તારીખમાં વિરાટ કોહલીની સેનામાં મોહમ્મદ શમી મહત્ત્વના બોલર તરીકે સ્થાન ધરાવે છે. સમય વિશે વાત કરતાં ચાર્લે કહ્યું કે ‘તેનું કામકાજ ઘણું જબરદસ્ત છે. પહેલા દિવસથી તે આવ્યો ત્યારથી ટીમમાં ઘણી એનર્જી આવી ગઈ છે. તે જ્યારે ટ્રેઇનિંગ પર આવે છે ત્યારે એક સ્ટાન્ડર્ડ સેટ કરી નાખે છે. ખરું કહું તો જ્યારે તે ટ્રેનિંગ પર આવે છે ત્યારે તેનો પર્ફોર્મન્સ અદ્ભુત હોય છે એમાં કોઈ બેમત નથી. તે પોતાની બોલિંગની સમીક્ષા કરી શકે છે. મને લાગે છે કે તેનું કામકાજ યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. અહીં ઘણી ગરમી છે. અમારે એક-બે દિવસનું પ્રૅક્ટિસ-સેશન પણ ઘણું ચૅલેન્જિંગ થઈ જાય છે. હા, થોડી ઘણી છે, પણ એનાથી વધારે અસર નથી થતી. અમારે વર્કલોડ મૅનેજ કરવું મહત્ત્વનું છે, ખાસ કરીને બોલરો માટે. જેટલી સ્પીડથી બોલિંગ પડશે એટલું વધારે તેમણે પોતાને સાચવવું પડશે. શમી દર અઠવાડિયે પોતાના વર્કલોડ અને ફિટનેસ-ટ્રેઇનિંગનો રિપોર્ટ આપતો રહે છે. અમારી ટીમનો બોલિંગ-અટૅક ઘણો સારો છે, જેમાં મોહમ્મદ શમી એક અસાધારણ પ્લેયર છે. ગયા વર્ષે તેણે અમારા માટે સૌથી વધારે વિકેટ લીધી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK