ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ જિતાડવાનું શ્રેય એકલા હાથે પોતાના નામે કરીને મૅન ઑફ ધ સિરીઝ બનેલો ચેતેશ્વર પુજારા પાર્ટીનો નહીં પણ પરિવારનો માણસ છે અને એ તેણે લાખો વખત પુરવાર પણ કર્યું છે. ગઈ કાલે ચેતેશ્વરે પોતાની ફૅમિલી સાથે પોતાની આ સક્સેસ માણી હતી અને તેણે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં ચેતેશ્વર સાથે તેના પપ્પા-કમ-કોચ અરવિંદ પુજારા, વાઇફ પૂજા અને દીકરી અદિતિ ઉપરાંત તેમના નજીકના ફૅમિલી-મેમ્બર પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ ફોટોઝમાં જુઓ કેવી છે પૂજારાની પર્સનલ લાઈફ
ચેતેશ્વર તેના ગુરુદેવ હરિચરણદાસજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. પોતાની આ સફળતા પછી તે ગુરુદેવને મળવા પણ જવાનો છે. ચેતેશ્વરની દીકરીનું નામ પણ હરિચરણદાસજીએ જ પાડ્યું છે.
રૅન્કિંગ્સમાં સ્મિથે વિરાટને પછાડ્યો, પુજારાને ફાયદો
13th January, 2021 09:09 ISTધીમી ઇનિંગ્સ રમવા બદલ મને કોઈ જ પસ્તાવો નથી: પુજારા
18th December, 2020 06:08 ISTવિરાટ કોહલીની ગેરહાજરીમાં આ ત્રણ ખેલાડીઓ પાસે છે તક- હરભજન સિંહ
19th November, 2020 18:25 ISTઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાના ૧૦ વર્ષ
10th October, 2020 14:49 IST