Pro Volleyball League : નવી સીઝનની તારીખ થઇ જાહેર

Updated: Apr 12, 2019, 08:11 IST

પ્રો વૉલીબૉલની બીજી સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સીઝન આ વર્ષે જ ઓક્ટોબર-નવેમ્બરમાં થશે અને પહેલી સીઝન કરતા વધુ મેચો અને ઘણા ફેરફારો સાથે આવશે.

પ્રો વૉલીબૉલની નવી સીઝનની તારીખ જાહેર
પ્રો વૉલીબૉલની નવી સીઝનની તારીખ જાહેર

ભારતમાં છેલ્લા ઘણા સમયથી લીગની રમતોને ઘણુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રો કબ્બડી, પ્રો વૉલીબૉલ અને ત્યારબાદ પ્રો બેડમિન્ટનના કારણે ભારતીય યુવાનોને અવસરો મળ્યા છે અને ક્રિકેટ સાથે સાથે પણ બીજી રમતો ભારતમાં ઉભી થઈ છે. આ ગેમ્સને મળતા રિસપોન્સને જોઈને પ્રો વૉલીબૉલની બીજી સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સીઝન આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થશે અને પહેલી સીઝન કરતા વધુ મેચો અને ઘણા ફેરફારો સાથે આવશે.

લીગની પહેલી સીઝન આ વર્ષો જ ફેબ્રુઆરીમાં રમાઈ હતી જેની સફળતાને જોઈને બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ સીઝન ચેન્નાઈની ટીમ સ્પાર્ટન્સે કાલીકટ હીરોઝને હરાવીને પોતાના નામે કરી હતી. આયોજકો દ્વારા ફેન્સ માટે સારા સમાચાર એ છે કે વૉલીબૉલની સીઝન ફરી એકવાર આવી રહી છે.

 

આ પણ વાંચો: પૈસા માટે વૉલીબોલ રમતો હતો, આજે આ રમતે જ મને સ્ટાર બનાવ્યો - રણજીત

 

પ્રો વૉલીબૉલની પહેલી લીગને 33 દેશોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ડીજીટલ પ્લેટફોર્મ પર પીવીએલના દર્શકની સંખ્યા 13 લાખથી પણ વધી છે. આ સિવાય પણ પીવીએલને દુનિયાભરના 45 દેશોમાં લાઈવ જોવાઈ હતી. આ લીગમાં પહેલી સીઝનને ધ્યાનમાં રાખતા ઘણા બદલાવ કરવામાં આવી શકે છે. વિનિંગ પ્રાઈઝમાં પણ વધારો કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK