Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ

પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ

24 July, 2019 04:03 PM IST |

પ્રો કબડ્ડી લીગમાં આજે ગુજરાત અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ

પ્રો કબડ્ડી લીગની આજે ફાઈનલમાં ટકરાશે ગુજરાત અને બેંગ્લોર

પ્રો કબડ્ડી લીગની આજે ફાઈનલમાં ટકરાશે ગુજરાત અને બેંગ્લોર


આજે પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની ફાઇનલમાં ગુજરાત ફૉચ્યુર્ન જાયન્ટ્સ અને બૅન્ગલુરુ બુલ્સ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. રસપ્રદ વાત એ છે કે પહેલાં ક્વૉલિફાયરમાં રોહિત કુમારની કૅપ્ટન્સીવાળી બૅન્ગલુરુ ટીમે ગુજરાતને ૧૨ પૉઇન્ટ્સથી હરાવીને ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું હતું. સુનીલ કુમારના નેતૃત્વ હેઠળ ગુજરાતે યુપી યોદ્ધાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બન્ને ફાઇનલિસ્ટ આ પહેલાં ત્રણ વખત આમનેસામને ટકરાઈ ચૂક્યા છે જેમાંથી બન્ને ટીમ એક-એક વખત જીતી છે અને એક મૅચ ટાઈ રહી છે. ગુજરાતને સચિન તનવર પાસે ઘણી આશા છે જેણે સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મ કર્યું છે. યુપી યોદ્ધા સામેની મૅચમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને ૧૦ પૉઇન્ટ્સ મેળવ્યા હતા.

આ પણ વાંચોઃ IND VS AUS: કેમ સિડની ટેસ્ટને કહેવાય છે PINK TEST ?



ગુજરાતે ટાઇટલ જીતવા બેસ્ટ પર્ફોર્મ કરવું પડશે, જ્યારે બૅન્ગલુરુ પાસે ફાયદો એ હશે કે તેણે એક જ ટીમ સામે એક અઠવાડિયામાં બે વખત રમવાનો મોકો મળશે. ઇનામમાં વિજેતા ટીમને ૮ કરોડ અને ઉપવિજેતા ટીમને ૧.૮૦ કરોડ રૂપિયા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 04:03 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK