ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ઇન્ડિયા A ટીમે બનાવ્યા 6 વિકેટે 540 રન

Feb 10, 2019, 11:07 IST

ગઈ કાલે ત્રીજા દિવસે પ્રિયાંક પંચાલે ફટકાર્યા ૨૦૬ રન

ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ઇન્ડિયા A ટીમે બનાવ્યા 6 વિકેટે 540 રન
પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયા A અને ઇંગ્લૅન્ડ લાયન્સ વચ્ચે કેરળના વયનાડ શહેરના કૃષ્ણગિરિ સ્ટેડિયમમાં ચાલી રહેલી ચાર દિવસની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટના ત્રીજા દિવસે ઇન્ડિયા A ટીમે પહેલી ઇનિંગ્સમાં પ્રિયાંક પંચાલના શાનદાર ૨૦૬ અને શ્રીકાર ભરતના ૧૪૨ રનની મદદથી ૬ વિકેટે ૫૪૦ રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. રણજી ટ્રોફીમાં ગુજરાતની કૅપ્ટન્સી કરનાર પ્રિયાંકે ૩૧૩ બૉલમાં ૨૬ ફોર અને ૩ સિક્સની મદદથી ૨૦૬ અને શ્રીકાર ભરતે ૧૩૯ બૉલમાં ૧૧ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૪૨ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: શાકિબ-અલ-હસન ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી આઉટ

ઇન્ડિયા A ટીમના કૅપ્ટન અંકિત બાવનેએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરતાં ઇંગ્લૅન્ડ લાયન્સની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૩૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં નવદીપ સૈનીએ ૭૯ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ લાયન્સની ટીમે ગઈ કાલે દિવસના અંત સુધીમાં વિના વિકેટે પાંચ ઓવરમાં ૨૦ રન બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK