બૅન બાદ પૃથ્વી શૉની જબરજસ્ત કમબૅક, લગાવ્યું અર્ધશતક

Published: Nov 17, 2019, 17:50 IST | Mumbai Desk

અસમે મુંબઇ વિરુદ્ધ 5 વિકેટના નુકસાન પર 205 રન્સનો સ્કોર કર્યો. જ્યારે અસમની ટીમે 8 વિકેટ પર 123 રન્સ જ બનાવી શકી. મેચ મુંબઇના 83 રનથી પોતાનું નામ કર્યું.

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શૉ (Prithvi Shaw)એ પ્રતિબંધ બાદ કમબૅક કરતાં શાનદાર અર્ધશતક લગાડ્યું છે. રવિવારે સૈયદ મુશ્ચાક અલી ટ્રૉફી (Syed Mushtaq Ali)માં મુંબઈ તરફથી રમતાં પૃથ્વીએ 39 બૉલમાં 63 રન્સની ઇનિંગ રમી, આ મેચમાં  

ભારતીય ટેસ્ટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શૉએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મૂકવામાં આવેલા 8 મહિનાના બૅન બાદ કમબૅક કર્યું છે. બીસીસીઆઇના ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં મુંબઇ તરફથી પૃથ્વીએ અર્ધશતક લગાડતા શાનજાર કમબૅક કરી છે.

પૃથ્વીનો ધમાકેદાર અર્ધશતક
અસમ વિરુદ્ધ રમવા ઉતરેલા પૃથ્વીએ આદિત્ય તરે સાથે મળીને આ મેચની શરૂઆત કરી. બૅન પછી પહેલી વાર મેદાન પર ઉતરીને પૃથ્વીએ સારી શરૂઆત કરી છે અને ફક્ત 32 બૉલમાં અર્ધશતક પૂરું કર્યું છે. 39 બૉલ રમીને 63 રન્સની જબરજસ્ત ઇન્નિંગ રમી. આ મેચમાં પૃથ્વીના બેટિંગથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા લગાડ્યા. પૃથ્વીની આ રમતના બેઝ પર મુંબઇએ 205 રન્સનું સ્કોર બનાવ્યું.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

પૃથ્વી પર લગાડવામાં આવ્યું હતું 8 મહિનાનું બૅન
ડેપ ટેસ્ટમાં ફેલ થવાને કારણે પૃથ્વી શૉ પર 8 મહિના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું. જુલાઇમાં બીસીસીઆઇએ પૃથ્વી પર આ બૅન લગાડ્યું હતું. 16 નવેમ્બરના તેના પર મૂકવામાં આવેલો 8 મહિનાનો પ્રતિબંધ પૂરો થયો. મુંબઇની ટીમમાં સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી માટે પૃથ્વીની પસંદગી કરવામાં આવી છે. પોતાની પહેલી મેચમાં તેણે ઝડપી અર્ધશતક લગાડીને કમબૅકને યાદગાર બનાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK