ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આંકડા ભારતના પક્ષમાં, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાશે મેચ

Manchester | Jul 07, 2019, 22:36 IST

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માંન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાશે. આ એ જ મેદાન છે. જેના પર તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ મેદાન પર ભારતનો ઓવરઓલ રેકોર્ડ 50-50 છે.

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 ની સેમી ફાઇનલની ટીમો નક્કી થઇ ગઇ છે. જેમાં પહેલી સેમી ફાઇનલ 9 જૂલાઇના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માંન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં  રમાશે. આ એ જ મેદાન છે. જેના પર તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ મેદાન પર ભારતનો ઓવરઓલ રેકોર્ડ 50-50 છે. વર્લ્ડકપની વાત કરવામા આવે તો ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં સાત સેમિફાઇનલ મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યૂઝિલેન્ડે 8 સેમિફાઇનલ મેચોમાંથી ફક્ત એકમાં જીત મેળવી છે.


ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક જ મેચ રમાઇ છે
ભારતે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ન્યૂઝિલેન્ડ સામે એક જ મેચ રમી છે. 1975માં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ મળીને ભારતે આ મેદાન પર કુલ 10 મેચ રમી છે જેમાંથી ટીમ ઇન્ડિયાએ પાંચ મેચ  જીતી છે અને પાંચમાં  હાર મળી છે.


આજ મેદાન પર ભારતે પાકિસ્તાનને માત આપી હતી
ભારતનો આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાન સામે આજ વર્લ્ડકપમાં બન્યો હતો. ભારતીય ટીમે પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતને ડકવર્થ લૂઇસ નિયમ અનુસાર, 89 રનથી જીત મળી હતી. જ્યારે ભારતનો સૌથી ઓછો સ્કોર 191 રન છે.


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ભારતે પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને માત આપી હતી
લીડ્સમાં વર્લ્ડ કપ 2019ના 44માં મેચમાં ભારતે શ્રીલંકા સામે 7 વિકેટથી જીત મેળવી છેશ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પહેલા બેટિંગ કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 50 ઓવરમાં 264 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 265નો ટાર્ગેટ 43.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ વર્લ્ડ કપની 5મી જ્યારે લોકેશ રાહુલે પહેલી સદી ફટકારી છે.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

શ્રીલંકા સામે રોહિત અને રાહુલની સદી
265ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ફરી એકવાર સારી થઈ હતી. ટીમના ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલએ સેન્ચુરી ફટકારી હતી. રોહિત શર્માની આ વર્લ્ડકપમાં 5મી સદી હતી. આ સાથે કોઈ પણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારો પહેલો પ્લેયર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સાંગાકારાના નામે હતો. ભારત તરફથી રોહિત શર્માએ 103 બનાવ્યા . લોકેશ રાહુલે પણ લય મેળવતા વર્લ્ડકપની પહેલી સદી ફટકારતા 111 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ અણનમ 34 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગા, રજિથાલ અને ઈસુરૂને 1-1 વિકેટ મળી હતી. આ સિવાય શ્રીલંકાની બોલિંગમાં ખાસ ધાર જોવા મળી હતી નહી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK