ભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ જોશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Updated: 23rd February, 2021 13:19 IST | Shailesh Nayak | Ahmedabad

આજથી બે દિવસ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. આવતી કાલે ૨૪ ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી ભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની ડે -નાઇટ ટેસ્ટ મૅચના સાક્ષી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આજથી બે દિવસ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બનશે. આવતી કાલે ૨૪ ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી ભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની ડે -નાઇટ ટેસ્ટ મૅચના સાક્ષી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે અને સ્ટેડિયમમાં બેસીને મૅચ જોશે, એટલું જ નહીં, એ પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા) પાસે આવેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરશે.

ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ઓનરરી સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ સ્ટેડિયમમાં બનાવેલા ક્રિકેટને લગતા હોલ ઑફ ફેમની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમની સાથે રહેશે.’

First Published: 23rd February, 2021 12:21 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK