Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પપ્પાની રિકવરી બાદ સ્ટોક્સે ચાહકોનો આભાર માન્યો

પપ્પાની રિકવરી બાદ સ્ટોક્સે ચાહકોનો આભાર માન્યો

15 January, 2020 03:59 PM IST | Port Elizabeth

પપ્પાની રિકવરી બાદ સ્ટોક્સે ચાહકોનો આભાર માન્યો

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ


વર્લ્ડ કપ ૨૦૧૯ અને ઍશિઝનો હીરો બેન સ્ટોક્સ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ભાવુક બન્યો હતો. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સ્ટોક્સના પિતાને ગંભીર બીમારી હોવાની જાણકારી આપી હતી ત્યાર બાદ સ્ટોક્સના ચાહકોએ તેના પિતાની તબિયતમાં સુધારો થાય એ માટે શુભકામના આપી હતી. ચાહકોનો પોતાના પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને સ્ટોક્સે તેમનો આભાર માન્યો હતો. સ્ટોક્સે કહ્યું હતું કે ‘મને તમારી પાસેથી જે પ્રેમ મળ્યો છે એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું. પાછલાં કેટલાંક અઠવાડિયાં અમારા માટે અઘરાં રહ્યાં હતાં, પણ તમારા સૌની શુભેચ્છાને લીધે હવે મારા પપ્પા ગેડની તબિયતમાં દિવસે-દિવસે સુધારો થઈ રહ્યો છે. જોકે આ સુધારાની પ્રક્રિયા તેમને માટે ધીમી છે છતાં તમારા સૌની બેસ્ટ વિશિશ બદલ સ્ટોક્સ પરિવાર વતી હું તમારો આભારી છું. સોશ્યલ મીડિયા પર સારા સંદેશ મોકલનારાઓ અને પોતાની પ્રાર્થનામાં મારા પિતા માટેની શુભેચ્છા રાખનારા તમામ લોકોનો આભાર. ખરું કહું તો તમારા પ્રત્યેની મારી લાગણીઓને શબ્દમાં વર્ણવી શકતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2020 03:59 PM IST | Port Elizabeth

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK