Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > "નિવૃત્તિનો વિચાર આવ્યો, પત્ની સાથે કલાકો ચર્ચા કરી અને નિર્ણય લઈ લીધો"

"નિવૃત્તિનો વિચાર આવ્યો, પત્ની સાથે કલાકો ચર્ચા કરી અને નિર્ણય લઈ લીધો"

30 November, 2012 03:19 AM IST |

"નિવૃત્તિનો વિચાર આવ્યો, પત્ની સાથે કલાકો ચર્ચા કરી અને નિર્ણય લઈ લીધો"



રિકી પૉન્ટિંગે ગઈ કાલે પર્થની પત્રકાર પરિષદમાં નિવૃત્તિની જાહેરાત કરતી વખતે ખુલ્લા દિલથી વાતો કરી હતી. તેણે સાઉથ આફ્રિકા સામેની વર્તમાન સિરીઝમાં પોતાનો જે ફ્લૉપ શો રહ્યો છે એને ધ્યાનમાં રાખીને રમવાનું છોડી દેવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. તેણે પોતાની લાગણીઓને ખુલ્લા મનથી વ્યક્ત કરી હતી:

ઍડીલેડમાં સોમવારે પૂરી થયેલી બીજી ટેસ્ટમૅચની છેલ્લી પળો દરમ્યાન મને વિચાર આવ્યો કે થોડી મૅચોથી હું સારું નથી રમી રહ્યો એટલે મારે હવે રમવાનું છોડી દેવું જોઈએ. વષોર્થી જેના માટે હું જાણીતો હતો એવું પફોર્ર્મ ન કરી શકતો હોઉં તો રમવાનો શું અર્થ! હું સતત સારું રમવા માટે પણ જાણીતો છું, પરંતુ એવું પણ કંઈ નહોતું એટલે છેવટે છોડી દેવાનું નક્કી કરી લીધું.

મેં મારો વિચાર પત્ની રિયાનાને કહ્યો

અને અમે છેલ્લા બે દિવસમાં કલાકો સુધી એના પર ચર્ચા કરી હતી. આ બન્ને દિવસની રાત અમે સૂતા જ નહોતા અને ચર્ચા જ કરતાં રહ્યાં હતાં અને છેવટે નિર્ણય પર આવ્યાં હતાં.

મેં નિવૃત્તિનો નિર્ણય સિલેક્ટરોના ઇશારે લીધો છે કે તેમણે મારી કરીઅરનું ભાવિ નક્કી કરી નાખ્યું એવું કંઈ જ નથી. મેં જ સ્વેચ્છાએ છોડી દીધું છે.

૧૭ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅર સહિત ૨૦ વર્ષથી રમું છું. હવે ક્રિકેટને આનાથી વધુ કંઈ આપી શકું એમ નથી.

હજી થોડા મહિના ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીશ. બિગ બૅશ વ્૨૦ ટુર્નામેન્ટમાં પણ રમીશ, પરંતુ મોટા ભાગનો સમય મારાં પરિવારજનોને આપવો છે. છેલ્લા ૨૦ વર્ષથી તેમને સમય આપી જ નથી શક્યો. મારો પરિવાર હવે મારી નવી ટીમ છે.

કાકા પણ ક્રિકેટર હતા

રિકી પૉન્ટિંગના કાકાનું નામ ગ્રેગ કૅમ્પબેલ હતું અને તેઓ પેસબોલર હતા. તેઓ ૧૯૮૯થી ૧૯૯૦ દરમ્યાન ૪ ટેસ્ટમૅચ રમ્યા હતા

રિકીની ટેસ્ટ રેકૉર્ડ-બુક

૧૩,૩૬૬ રન ટેસ્ટક્રિકેટના બધા બૅટ્સમેનોમાં સચિન તેન્ડુલકર (૧૫,૫૬૨) પછી બીજા નંબરે છે.

સૌથી વધુ ટેસ્ટસદી ફટકારનારાઓમાં સચિન તેન્ડુલકર (૫૧) અને જૅક કૅલિસ (૪૪) પછી ૪૧ સેન્ચુરી સાથે ત્રીજા નંબરે છે.

૨૦૦૫ની સાલમાં બનાવેલા ૧૫૪૪ રન કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન ધરાવતા પ્લેયરોમાં પાંચમા નંબરે છે. આ લિસ્ટના પ્રથમ ચાર પ્લેયરોમાં બ્રાયન લારા (૧૭૮૮), વિવ રિચર્ડ્સ (૧૭૧૦), ગ્રેમ સ્મિથ (૧૬૫૬) અને સચિન તેન્ડુલકર ૧૫૬૨)નો સમાવેશ છે.

૧૦૦મી ટેસ્ટમાં સેન્ચુરી બનાવનારા સાત પ્લેયરોવાળા લિસ્ટમાં છે અને એ બધામાં તે આ મૅચના બન્ને દાવમાં સદી ફટકારનાર એકમાત્ર પ્લેયર છે.

તેની છ ડબલ સેન્ચુરી સૌથી વધુ ડબલ સેન્ચુરી ફટકારનારઓમાં સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે.

એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ સેન્ચુરી બનાવનારાઓમાં મોહમ્મદ યુસુફ (૯) પછી ૭ સદી સાથે બીજા નંબરે છે.

સૌથી વધુ ફિફ્ટી-પ્લસ સ્કોર્સ ધરાવતા બૅટ્સમેનોમાં ૧૦૩ િફ્ફ્ટી-પ્લસ સાથે સચિન તેન્ડુલકર (૧૧૬) પછી બીજા ક્રમે છે.

સૌથી વધુ ફોર ફટકારનાર બૅટ્સમેનોમાં ૧૫૦૪ ફોર સાથે ચોથા નંબરે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 03:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK