વર્લ્ડ કપ રમવા પહોંચેલા ધોનીનું નામ ISISની ચિઠ્ઠીમાં !

Updated: Jun 05, 2019, 16:17 IST

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ ખૂંખાર આતંકી સંગઠન ISISની ચિટ્ઠીમાં મળી આવ્યું છે. જી હાં, સમાચાર ચોંકાવનારા છે. મુંબઈમાંથી મળી આવેલી એક ચિટ્ઠીએ પોલીસને દોડતી કરી દીધી છે

ધોનીનું નામ ISISની ચિઠ્ઠીમાં
ધોનીનું નામ ISISની ચિઠ્ઠીમાં

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ ખૂંખાર આતંકી સંગઠન ISISની ચિટ્ઠીમાં મળી આવ્યું છે. જી હાં, સમાચાર ચોંકાવનારા છે. મુંબઈમાંથી મળી આવેલી એક ચિટ્ઠીએ પોલીસને દોડતી કરી દીધી છે. કારણ કે વિશ્વના સૌથી ખતરનાક આતંકી સંગઠનના નામની આ ચિટ્ઠીમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ મળી આવ્યું છે. મુંબઈ પોલીસને આ ચિઠ્ઠી નવી મુંબઈમાંથી મળી આવી છે.

નવી મુંબઈના ઉરણ વિસ્તારમાંથી પોલીસને એક ચિટ્ઠી મળી છે. જેમાં આતંકી સંગઠન ISISના લીડર બગદાદી સહિત પાકિસ્તાનના આતંકી હાફિઝ સઈદના વખાણ કરેલા છે. જો કે આ ચિટ્ઠીમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ પોલીસને ચોંકાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી મુંબઈના ઉરણ વિસ્તારની આસપાસ નેવી બેઝ, કંટેનર પોર્ટ, વિજળી ઘર જેવી સંવેદનશીલ ઈમારતો આવેલી છે.

પત્રમાં બગદાદીનો ઉલ્લેખ

આ જ સંવેદનશીલ વિસ્તારમાં 4 જૂને એક પૂલના થાંભલા પર એક પત્ર મળ્યો જેના કારણે હાલ પોલીસના હોશ ઉડેલા છે. પોલીસ આ પત્ર અંગે તપાસ કરવામાં આવી રહી છે. પુલની પાસે મળેલા પત્રમાં બગદાદી અને હાફિઝ સઈફના વખાણ સિવાય ધોનીને લઈને કેટલીક વાતો લખી હતી. આ પત્રને વાંચતા ખ્યાલ આવે છે કે આ પત્રમાં બગદાદીને દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી જણાવવામાં આવ્યો છે. અને ધોની ક્લિનબોલ્ડ લખ્યું છે.

શું ધોનીના જીવને ખતરો છે ?

પત્ર મળતાની સાથે પોલીસ દ્વારા સકક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ મહત્વનું એ છે કે, આ પત્રમાં ધોનીનું નામ કેમ છે? શું ધોનીના જીવને જોખમ છે? ધોની ક્લિનબોલ્ડ કેમ લખવામાં આવ્યું છે ? આ પત્ર કોના દ્વારા લખાયો છે અને કેમ લખવામાં આવ્યો છે ? આ પત્રમાં લખાયેલ શબ્દો શેનો ઈશારો કરી રહી છે અને શું મુંબઈ અને ધોની પર જીવનું જોખમ છે. એક તરફ આ વિસ્તારમાં મહત્વપૂર્ણ ઈમારતોની વધારી દેવામાં આવી છે પરંતુ ધોનીનું નામ કેમ આ પત્રમાં તે હજુ મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ માટે પ્રશ્નાર્થ છે.

આ પણ વાંચો: World Cup 2019:14 ટકા લોકોના મતે આજે દક્ષિણ આફ્રિકા જીતી શકે છે

પત્રમાં બનેલો છે નક્શો ?

આ પત્રમાં એક અજીબ પ્રકારનો નકશો બનાવવામાં આવ્યો છે. નક્શાની અંદર ઘણી બધી વાતો લખેલી છે જેમાં કેટલાક શબ્દો સમજાય છે. જે આ પ્રમાણે છે ધોની ક્લિન બોલ્ડ, આમ આદમી પાર્ટી, કેજરીવાલ, હવામાં મારી શકે તેવા રોકેટ, દુનિયા, અમારી પાસે નાની બોટ છે જેનાથી બોટમાં માછલી પકડી શકાય, જહાજ પોર્ટ, જન્નત 40 કિલોમીટર દૂર, જહન્નૂમનો રસ્તો ત્યાં, જાનવર, પાણીની અંદરથી પ્રહાર કરનારું, હાફિઝ સઈદ, રહિમ કટોરી, રામ કટોરી. આ પ્રકારના વિચિત્ર શબ્દો લખવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK