મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વડા પ્રધાન મોદીની ફટકાબાજી

Published: 19th November, 2014 03:36 IST

નરેન્દ્ર મોદીના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ક્રિકેટ ડિપ્લોમસીવડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દિવસના ઑસ્ટ્રેલિયા પ્રવાસનો આખરી પડાવ ક્રિકેટના જાણીતા મેદાન મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર હતો જ્યાં તેમના માનમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની ઍબટે ગઈ કાલે ડિનર રાખ્યું હતું. આ મેદાનમાં નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ના વર્લ્ડ કપની ટ્રોફી અને ટોની ઍબટે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી સાથે તસવીરો ખેંચાવી હતી ત્યારે સુનીલ ગાવસ્કરે મોદીને કહ્યું હતું કે તમે સાચી ટ્રોફી પકડી છે અને એ ભારતે જીતવાની છે. મોદીએ પછી સેલ્ફી પણ લઈને એને સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર અપલોડ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ટોની ઍબટને એક મેમેન્ટો આપ્યો હતો જેમાં ચરખો હતો અને ભારત માટે વર્લ્ડ કપ જીતનારા કૅપ્ટનો મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ તેમ જ મોદીના હસ્તાક્ષર હતા. મોદીએ ભારતના સુનીલ ગાવસકર, કપિલ દેવ, વીવીએસ લક્ષ્મણ અને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો ઍલન બૉર્ડર સાથે પણ તસવીરો ખેંચાવી હતી. એ સમયે ટૂંકા ઉદ્બોધનમાં મોદીએ કહ્યું હતું કે ‘આ મેદાન પર ભારતનો દેખાવ સારો નથી, પણ ૧૯૮૫માં અહીં જ ભારત ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. આ મેદાન પર બોલવું એટલે ગ્લેન મૅક્ગ્રા અને બ્રેટ લીની બૉલિંગમાં સદી ફટકારવા જેવું અઘરું કામ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK