PM મોદી અને રાહુલ ગાંધીએ હારથી હતાશ ટીમ ઇન્ડિયાને આપ્યો સંદેશો

Published: Jul 10, 2019, 23:30 IST | Manchester

માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાની હાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

Manchester : માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાની હાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ કરી જેના પર અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો ભાગ છે. ટીમ ઇન્ડિયાને તેના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ.’

માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 18 રનોથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનું ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે.


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજની રાત્રે કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા છે, પરંતુ ટીમ ઇન્ડિયા તમે સારો પ્રયત્ન કર્યો. તમે પ્રેમ અને સમ્માનને યોગ્ય છે. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડને જીતનાં અભિનંદન પાઠવ્યા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK