ટીમ ઇન્ડિયા પર સોશિયલ મીડિયામાં થયો સાંત્વનાનો વરસાદ

Jul 11, 2019, 12:37 IST

વર્લ્ડ કપની દાવેદાર ગણાતી ટીમ ઇન્ડિયા ગઈ કાલે ૧૮ રનના ઓછપને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ધોની
ધોની

વર્લ્ડ કપની દાવેદાર ગણાતી ટીમ ઇન્ડિયા ગઈ કાલે ૧૮ રનના ઓછપને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડની સામે મૅન્ચેસ્ટરમાં રમાયેલી પહેલી સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડે ભારતને ૧૮ રને માત આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતની આ હારથી ભારતીય ફૅન્સ જાણે આઘાતમાં હોય એવું લાગે છે એમ છતાં સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને એની ચારેબાજુ વાહવાહ થઈ રહી છે. સોશ્યલ મીડિયામાં તેમના પર સાંત્વનાનો વરસાદ વરસી રહ્યો છે.

‘એક દુ:ખદ પરિણામ, પણ છેલ્લે સુધી ટીમ ઇન્ડિયાની ફાઇટિંગ સ્પિરિટ સારી હતી. ભારતે ટુર્નામેન્ટ દરમ્યાન બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં સારું પ્રદર્શન કર્યું છે જેના માટે અમને તેમના પર ગર્વ છે. હાર અને જીત એ તો જીવનનો એક ભાગ છે. ભવિષ્ય માટે ટીમ ઇન્ડિયાને હાર્દિક શુભેચ્છાઓ.’
- નરેન્દ્ર મોદી

‘ઇંગ્લૅન્ડમાં રમાયેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમ્યાન ટીમ ઇન્ડિયાએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આજે ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે પણ પોતાની ક્રિકેટની સ્કીલ થકી તેમણે બધે લોકોનાં દિલ જીતી લીધાં છે.’
- રાજનાથ સિંહ

આ વાજબી નથી. ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે, પણ માત્ર એક હારને કારણે તમે પ્લેયરોને બ્લેમ ન કરી શકો. સારા સમયમાં આપણે જીતને ખુશીથી સેલિબ્રેટ કરવી જોઈએ, જ્યારે હારને ભૂલી જવી જોઈએ. તા.ક. પ્લીઝ નેહરુ કે કોઈને આ માટે બ્લેમ ન કરો.
- મેહબુબા મુફ્તી

ગાય્‍ઝ ચીલ, ભારતીય ટીમે નિરાશ થવાની જરૂર નથી. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તમે સારા રન બનાવ્યા છે. પૉઇન્ટ ટેબલમાં નંબર વન હતા અને લીગ સ્ટેજમાં પણ માત્ર એક મૅચ હાર્યા છો. હજી પણ તમે ક્રિકેટ જગતની શ્રેષ્ઠ ટીમ છો. તમારા દરેક પર્ફોર્મન્સ માટે તમારી પ્રશંસા થવી જોઈએ. દરેકનો કોઈક દિવસ ખરાબ હોય છે અને આજે આપણો હતો.
- શશી થરુર

જોકે આજે ઘણાનાં દિલ તૂટી ગયાં છે. ટીમ ઇન્ડિયા તમે જે ગ્રેટ ફાઇટ આપી એ બદલ તમે અમારો પ્રેમ અને સન્માન મેળવવાના હકદાર છો. એક સારી જીત મેળવવા અને વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવા બદલ ન્યુ ઝીલૅન્ડને અભિનંદન.
- રાહુલ ગાંધી

વર્લ્ડ કપની ફાઇનલમાં સતત બીજી વાર એન્ટ્રી લેવામાં સફળતા મેળવનાર કેન વિલિયસન અને ટીમને અભિનદંન. રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ ખૂબ જ શાનદાર રીતે ગેમ રમી જીતની નજીક પહોંચી ગયા હતા, પણ ન્યુ ઝીલૅન્ડ નવા બૉલથી કમાલ કરી ગઈ અને એ કમાલ નિર્ણાયક સાબિત થઈ.
- વીવીએસ લક્ષ્મણ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK