Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ગિલક્રિસ્ટ સાથે રમવું મારા માટે સપનું પૂરું થવા બરાબર હતું: મિલર

IPLમાં ગિલક્રિસ્ટ સાથે રમવું મારા માટે સપનું પૂરું થવા બરાબર હતું: મિલર

26 May, 2020 10:07 AM IST | Durban
Agencies

IPLમાં ગિલક્રિસ્ટ સાથે રમવું મારા માટે સપનું પૂરું થવા બરાબર હતું: મિલર

ડેવિડ મિલર

ડેવિડ મિલર


સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન ડેવિડ મિલરનું કહેવું છે કે આઇપીએલમાં ઍડમ ગિલક્રિસ્ટની અંદર રમવું મારા માટે એક સપના બરાબર હતું. ૨૦૧૧માં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન-વિકેટકીપર ઍડમ ગિલક્રિસ્ટે કિંગ્સ ઇલેવન પંજાબની કૅપ્ટન્સી સંભાળી હતી, જેમાં ડેવિડ મિલર પણ હતો. આ વિશે વાત કરતાં ડેવિડ મિલરે કહ્યું હતું કે ‘એ સમયે ઍડમ ગિલક્રિસ્ટ કૅપ્ટન હતો. હું તેમને અને મૅથ્યુ હેડનને જોઈને મોટો થયો છું. મેં જોયું કે ઑસ્ટ્રેલિયા વહેલી સવારે ત્રણ વાગ્યે રમી રહી હતી. ગિલક્રિસ્ટની કૅપ્ટન્સી હેઠળ હું રમ્યો હતો. અમારી ટીમમાં ઘણા અદ્ભુત પ્લેયર્સ હતા એથી મારા માટે એ સપનું પૂરું થયા બરાબર હતું. મારા પહેલા વર્ષમાં મને એક પણ મૅચ નહોતી મળી. મારા બીજા વર્ષમાં મને ત્રણ મૅચ રમવા મળી હતી. મારા ત્રીજા વર્ષમાં ઍડમ ગિલક્રિસ્ટ રિટાયર થઈ રહ્યો હતો, કારણ કે તેના બન્ને હાથની હૅમસ્ટ્રિન્ગ્સમાં ઈજા થઈ હતી. મને તેની જગ્યાએ રમાડવામાં આવ્યો અને મેં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ૧૦૧ રન કર્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 10:07 AM IST | Durban | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK