ઇન્ડિયન વન-ડે વિમેન્સ ક્રિકેટ ટીમની પ્લેયર મિતાલી રાજનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે હવે વધુ રાહ જોવા કરતાં વિમેન્સ આઇપીએલનું આયોજન ૨૦૨૧થી શરૂ કરવું જોઈએ. જોકે શરૂઆતમાં આઇપીએલ નાના પાયે રમાય તો પણ વાંધો નથી. આ વર્ષની મેન્સ આઇપીએલનું શું થાય એ નક્કી નથી ત્યાં મહિલાઓની આઇપીએલ વિશે ચર્ચા ચાલી રહી છે. સુનીલ ગાવસકરે પણ સૌરવ ગાંગુલીને આ વિશે વાત કરી હતી. મહિલાઓની આઇપીએલ વિશે વાત કરતાં મિતાલીએ કહ્યું કે ‘વ્યક્તિગત રીતે મારું માનવું છે કે આવતા વર્ષથી વિમેન્સ આઇપીએલ શરૂ કરવી જોઈએ. આ શરૂઆત નાના પાયે કરવામાં આવે તો પણ વાંધો નથી. મેન્સ આઇપીએલમાં ચાર ફૉરેન પ્લેયર્સ હોય છે, પરંતુ મહિલાઓમાં પહેલા ૬ પ્લેયર્સનો સમાવેશ કરી શકાય.’