શ્રેયસે ખુલ્લી પાડી ઑસ્ટ્રેલિયાની ચાલબાજી, કહ્યું...

Published: 2nd December, 2020 13:50 IST | Gujarati Mid-day Correspondent | Canberra

પ્રૅક્ટિસ માટેની પિચ મૅચ કરતાં સાવ અલગ હતી

શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર

ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર શ્રેયસ ઐયરનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાનું વાતાવરણ યુએઈ કરતાં ઘણું અલગ છે અને જે વિકેટ પર તેમને પ્રૅક્ટિસ કરવા મળી હતી એ વિકેટ અને મૅચમાં જે વિકેટ પર તેઓ રમ્યા હતા એ વિકેટ એકમેકથી ઘણી અલગ હતી. નોંધનીય છે કે ૨૭ નવેમ્બરથી શરૂ થયેલી વન-ડે સિરીઝ પહેલાં ભારતીય ટીમને ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્વારા ટ્રેઇનિંગ કરવાની પરવાનગી મળી હતી.

આ વિશે પોતાના વિચારો જણાવતાં શ્રેયસ ઐયરે કહ્યું કે ‘અમે દુબઈથી અહીં પહોંચ્યા હતા. દુબઈમાં ઑસ્ટ્રેલિયા જેટલો બાઉન્સ નહોતો અને જે વિકેટ પર અમે પ્રૅક્ટિસ કરતા હતા એ મૅચની વિકેટ કરતાં ઘણી અલગ હતી. એક બૅટ્સમૅનને અલગ-અલગ પરિસ્થિતિથી તાલમેલ બેસાડવામાં સમય લાગે છે અને એ એક પડકાર જેવું હોય છે. તમારે શક્ય એટલી વહેલી તકે પરિસ્થિતિ સાથે અને ગ્રાઉન્ડના વાતાવરણ સાથે અનુરૂપ થવાનું હોય છે. જ્યારે અમે આવ્યા ત્યારે ક્વૉરન્ટીન ઘણું અઘરું હતું. ૧૪ દિવસ હોટેલની રૂમમાં રહેવાનું અને માત્ર પ્રૅક્ટિસ માટે બહાર જઈને ફરી પાછા રૂમમાં આવી જવાનું. વાસ્તવમાં અમે પ્રોફેશનલ પ્લેયર્સ છીએ અને અમને રમવા માટે કેટલીક રમતો પણ આપવામાં આવે છે માટે અમે વધારે ફરિયાદ પણ ન કરી શકીએ.’

ઑસ્ટ્રેલિયાના બોલરોએ તેની વિરુદ્ધ શૉર્ટ બૉલ નાખવાની રણનીતિ અપનાવી હતી. આ મામલે ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું કે હું ખુશ છું કે તેમણે મારી વિરુદ્ધ રણનીતિ બનાવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK