Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફિલ સિમન્સની વરણી

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફિલ સિમન્સની વરણી

16 October, 2019 08:20 PM IST | Mumbai

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે ફિલ સિમન્સની વરણી

વેસ્ટ ઇન્ડિઝના નવા હેડ કોચ ફિલ સિમન્સ

વેસ્ટ ઇન્ડિઝના નવા હેડ કોચ ફિલ સિમન્સ


Mumbai : છેલ્લા ઘણા સમયથી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમની હાલત ખરાબ છે. ત્યારે ટીમને ફરી ઉચી લાવવા માટે વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. પુર્વ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર ફિલ સિમન્સને ટીમની કમાન સોપી છે. હવે ફિલ સિમન્સને વેસ્ટ ઇન્ડિઝ ટીમના મુખ્ય કોચની જવાબદારી સોપી છે.


આ પહેલા પણ સિમન્સ ટીમના કોચ રહી ચુક્યા છે
ફિલ સિમન્સ અગાઉ પણ વિન્ડીઝના કોચ રહી ચૂક્યા છે.પરંતુ 2016માં કેરેબિયન દેશે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીત્યો તે પછી તેમને કલચરલ મતભેદનું કારણ બતાવવીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પછી તેમની ફરી કોચ પદે વાપસી થઇ છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેમના પૂર્વ ઓલરાઉન્ડર સાથે આ વખતે ચાર વર્ષનો કરાર કર્યો છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

સિમન્સની આગેવાની હેઠળ અફઘાને પહેલીવાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
વેસ્ટ ઇન્ડિઝ પછી સિમન્સે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરજ નિભાવી હતી. તેમના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાન પહેલી વાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયું હતું. તેમજ તાજેતરમાં તેમના કોચિંગ હેઠળ જ બાર્બાડોસ ટ્રાઇડન્ટસ કેરેબિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બન્યું હતું. વેસ્ટ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ રિકી સ્કેરીતે કહ્યું હતું કે, "અમે ત્રણ વર્ષ પહેલા કરેલી ભૂલને સુધારી છે. તેમજ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. અમને ખાતરી છે કે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ અહિયાંથી સાચી દિશામાં આગળ વધશે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 08:20 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK