Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રૉબકે ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા વિશેના એક પુસ્તકની રસપ્રદ પ્રસ્તાવના લખી હતી

રૉબકે ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા વિશેના એક પુસ્તકની રસપ્રદ પ્રસ્તાવના લખી હતી

16 November, 2011 09:26 AM IST |

રૉબકે ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા વિશેના એક પુસ્તકની રસપ્રદ પ્રસ્તાવના લખી હતી

રૉબકે ૨૦ વર્ષ પહેલાં આત્મહત્યા વિશેના એક પુસ્તકની રસપ્રદ પ્રસ્તાવના લખી હતી






લંડન: ઇંગ્લૅન્ડના જાણીતા લેખક ડેવિડ ફ્રિથે ૨૦ વર્ષ પહેલાં ‘બાય હિઝ ઓન હૅન્ડ’ શર્ષિકવાળું આત્મહત્યાઓ સંબંધિત જે પુસ્તક લખ્યું હતું એની પ્રસ્તાવના તેમણે શનિવારે કેપટાઉનની હોટેલમાં સુસાઇડ કરનાર ક્રિકેટ-લેખક પીટર રૉબક પાસે લખાવડાવ્યું હતું અને તેમની એ પ્રસ્તાવના આ બુકના અસંખ્ય વાચકોને ખૂબ ગમ્યું હતું. ત્યારે રૉબક ૩૫ વર્ષના હતા.


રૉબકે શનિવારે હોટેલમાં છઠ્ઠા માળ પરની પોતાની રૂમમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.


કહેવાય છે કે થોડા દિવસ પહેલાં ફેસબુક પર ઝિમ્બાબ્વેના ૨૬ વર્ષની ઉંમરના એક યુવાન સાથે રૉબકની ફ્રેન્ડશિપ થઈ હતી અને રૉબકે તેને યુનિવર્સિટીના એક કોર્સ માટેની સ્પૉન્સરશિપ અપાવવાના બહાને હોટેલમાં બોલાવ્યો હતો અને તેને પોતાની સાથે જાતીય સંબંધો બાંધવા ફોસલાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એ યુવાને કોઈ રસ નહોતો બતાવ્યો જેના કારણે રૉબકે તેની મારપીટ કરી હતી એવું ખુદ એ યુવાને કેપટાઉનની પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું. એ ફરિયાદ બાદ પૂછપરછ માટે પોલીસ અધિકારી હોટેલમાં છઠ્ઠા માળ પરની રૉબકની રૂમમાં આવ્યા એટલે રૉબકે ધરપકડના ડરથી બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું.

મેલબૉર્નમાં ગઈ કાલે એક રેડિયો સ્ટેશનના ગસ વૉર્લેન્ડ નામના હોસ્ટે પણ રૉબકે થોડા વષોર્ પહેલાં પોતાની પાસે અભદ્ર માગણી કરી હોવાનો ગઈ કાલે આક્ષેપ કર્યો હતો.

રૉબકે પ્રસ્તાવનામાં શું લખેલું?

ઇંગ્લિશ લેખક ડેવિડ ફ્રિથના ૨૦ વર્ષ પહેલાંના પુસ્તકની પ્રસ્તાવનામાં પીટર રૉબકે આ પ્રમાણે લખ્યું હતું:

ક્રિકેટરોનું અંગત જીવન સામાન્ય લોકોની જેમ સાદું હોય છે અને સેક્સને લગતી બાબતોમાં પણ પ્લેયરો તેમની જેમ સિમ્પલ, નૅચરલ તથા ઉત્સાહી રહેતા હોય છે એવી સામાન્ય માન્યતા પ્રવર્તતી હોય છે. આમ છતાં, મોટા ભાગના ક્રિકેટરોની કોઈને કોઈ છાની વાતો હોય છે જ અને સમયાંતરે એ વાતો બહાર આવતી રહેતી હોય છે.

કેટલાક લોકોની એવી ધારણા છે કે આ લેખક (ખુદ પીટર રૉબક)ના જીવનનો અંત અંધકારમય બની રહેશે. જોકે એવું નહીં જ બને એવું હું દૃઢપણે માનું છું. Whatsapp-channel Whatsapp-channel

16 November, 2011 09:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK