Copa America 2019: પેરૂએ 3-0થી ગત ચેમ્પિયન ચીલીને હરાવી 44 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું

Brazil | Jul 04, 2019, 21:47 IST

પેરૂ ફુટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોપા અમેરીકા 2019માં ચીલીને 3-0થી હરાવીને ફાઇનલમાં દબદબા ભાર પ્રવેશ કર્યો છે. મહત્વનું છે કે પેરૂએ 44 વર્ષ બાદ કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Copa America 2019: પેરૂએ 3-0થી ગત ચેમ્પિયન ચીલીને હરાવી 44 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું
કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટમાં પેરૂને 44 વર્ષ બાદ પ્રવેશ

Brazil : પેરૂ ફુટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોપા અમેરીકા 2019માં ચીલીને 3-0થી હરાવીને ફાઇનલમાં દબદબા ભાર પ્રવેશ કર્યો છે. મહત્વનું છે કે પેરૂએ 44 વર્ષ બાદ કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બુધવારે રમાયેલી ચમાં પેરૂએ સેમી ફાઇનલમાં 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિલીને 3-0 થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એડિસન ફ્લોરેસ (21મી મિનિટ), યોશિમાર યોતુમ (38મી મિનિટ) અને પાઓલો ગુરેરો (90+1 મિનિટ)એ ગોલ કર્યાં હતા. પેરૂની ટીમ 1975મા કોલંબિયાને હરાવીને કોપા અમેરિકા ચેમ્પિયન રહી હતી.

હવે, ત્રીજા સ્થાન માટે ચિલી અને આર્જેન્ટીના વચ્ચે કાંટેકી ટક્કર

કોપા અમેરીકા ફુટબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પેરૂ અને યજમાન બ્રાઝિલ વચ્ચે રમાશે. આ મેચ 7 જુલાઈ રવિવારે મરકાના સ્ટેડિયમમાં રમાશે. બ્રાઝિલે સેમિફાઇનલ મુકાબલામાં બુધવારે આર્જેન્ટીનાને 2-0થી પરાજય આપ્યો હતો. ચિલી સતત ત્રીજીવાર ટાઇટલ જીતવાથી ચુકી ગયું છે. હવે ત્રીજા સ્થાન માટે ચિલી અને આર્જેન્ટીના વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ 6 જુલાઈ શનિવારે સાઓ પાઉલોમાં રમાશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

કોપા અમેરીકા ફુટબોલ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પેરૂનો બ્રાઝિલના હાથે
5-0થી પરાજય થયો હતો. તે મેચ બાદ પેરૂના ગોલકીપર પેટ્રો ગલીજની ખુબ ટીકા થઈ હતી. પરંતુ સેમિફાઇનલમાં ચિલી વિરુદ્ધ પેદ્રોને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

પેર્ટોએ વાપસી કરતા હરીફ ટીમની પેનલ્ટી રોકી હતી
સ્ટાર ફુટબોલ ખેલાડી પેર્ટોએ ઉરુગ્વે સામે શાનદાર વાપસી કરી અને લુઇસ સુઆરેજની પેનલ્ટી રોકતા ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પેરૂએ ઉરુગ્વેને પેનલ્ટી શૂટઆઉટમાં
5-4થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK