જો કોરોના ફેલાવાનો ડર રહેશે તો ક્રિકેટ શરૂ નહીં કરી શકાય : પેટ કમિન્સની આશંકા

Published: May 11, 2020, 11:02 IST | Agencies | Kolkata

આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમનાર પ્લેયર પેટ કમિન્સનું કહેવું છે કે જો લોકોમાં કોરોના વાઇરસ ફેલાવાનો ડર રહેશે તો ક્રિકેટ શરૂ નહીં કરી શકાય.

પેટ કમિન્સ
પેટ કમિન્સ

આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમનાર પ્લેયર પેટ કમિન્સનું કહેવું છે કે જો લોકોમાં કોરોના વાઇરસ ફેલાવાનો ડર રહેશે તો ક્રિકેટ શરૂ નહીં કરી શકાય. આ સાથે તેણે બૉલ પર થૂંક લગાડવાના મુદ્દા પર પણ પોતાના વિચાર પ્રગટ કર્યા હતા.
આઇપીએલ અને અન્ય મુદ્દાઓ પર વાત કરતાં પેટ કમિન્સે કહ્યું કે ‘મારા ખ્યાલથી મોટો કૉન્ટ્રૅક્ટ મોટી જવાબદારી અને વધારે એક્સાઇટમેન્ટ લઈને આવે છે. એક વાર તમે મેદાનમાં પહોંચો એટલે કૉન્ટ્રૅક્ટની વાત જલદીથી વીસરી જાઓ છો અને ટીમ સાથે ગેમમાં મશગૂલ થઈ જાઓ છો. આવનારી સીઝનમાં મારી ટીમ સાથે રમવા હું ઘણો આતુર છું. જ્યાં સુધી બૉલ પર થૂંક લગાડવાની વાત છે તો એક ફાસ્ટ બોલર તરીકે અમે બૉલને ચમકાવી શકીએ છીએ. બધાને ટેસ્ટ મૅચ ગમે છે એનું કારણ એ જ છે કે એમાં તમે તમારી કલાકારીગીરી દેખાડી શકો છો. જો તમે બૉલ ચમકાવશો નહીં તો સ્વિંગ બોલિંગ, રિવર્સ સ્વિંગ બોલિંગમાં કશું ખાસ કામ નહીં કરી શકો. સાચું કહું તો એક બોલર તરીકે અમે બૅટ્સમૅનને રન આપવા નથી માગતા. કોવિડ-19ના આ માહોલમાં સૌ માટે હેલ્થ પહેલી પ્રાયોરિટી છે, પણ જો લોકોમાં કોરોના વાઇરસ ફેલાવાનો ડર રહેશે તો આપણે જોઈએ એવું ક્રિકેટ નહીં રમી શકીએ. સ્પોર્ટ્સમાં ઘણાં પરિવર્તન આવે છે અને એની સાથે ઘણા વિકલ્પ પણ હોય છે. બૉલ પર થૂંક લગાવવા કે અન્ય કોઈ વિકલ્પ સામે મને વાંધો નથી.’

કલકત્તાના લોકો માટે મારા મનમાં એક ખાસ જગ્યા છે : પેટ કમિન્સ

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ જે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે આઇપીએલમાં રમે છે એ હાલના સમયમાં ગાર્ડનિંગ અને બેઝિક વેઇટ ટ્રેઇનિંગ લઈને પોતાનો સમય પસાર કરી રહ્યો છે. જોકે તેનું કહેવું છે કે મારા મનમાં કલકત્તાના લોકો માટે એક ખાસ જગ્યા છે.

કલકત્તા વિશે વાત કરતાં કમિન્સે કહ્યું કે ‘હું ઘણો આતુર છું. ભારત અને આઇપીએલ પ્રત્યેની મારી સૌથી મનપસંદ વાત એ છે કે હું કલકત્તામાં કલકત્તા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરતો હતો. એ સમયે હું અત્યારના સમય કરતાં વધારે યુવાન હતો. મને એ ઘણું ગમતું હતું. અમારી ટીમમાં અમને ઘણું અનુભવવા મળતું. જૅક કૅલિસ, આન્દ્રે રસેલ જેવા સ્ફોટક પ્લેયર સાથે મને રમવા મળ્યું. મારી પહેલી સીઝન હતી અને અમે ટાઇટલ જીત્યા હતા માટે કેકેઆરના અને કલકત્તાના લોકો માટે મારા મનમાં એક વિશેષ સ્થાન છે. એ લોકો પ્લેયર સાથે ઘણું સારું વર્તન કરતા હતા. હું ફરીથી એ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માગું છું. સારું છે કે આ વખતે હું મારા બર્થ-ડે વખતે ભારતમાં નથી. ખબર છે કેમ? જો હું ભારતમાં હોત તો મારા મોઢા પર બધી કેક લાગી ગઈ હોત.’

નોંધનીય છે કે કમિન્સ હાલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK