ઝહીર ખાનને બદલે જાવેદ ખાન તેની વિકેટ લેવામાં સફળ : ગુજરાતના ૨૪૪ સામે મુંબઈ એક વિકેટે ૨૪
નવી મુંબઈ: ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે ગુજરાત સામેની રણજી ટ્રોફી મૅચના પ્રથમ દિવસની રમતને અંતે મુંબઈએ કૌસ્તુભ પવારની વિકેટના ભોગે ૨૪ રન બનાવ્યા હતા. એ પહેલાં ગુજરાતના કૅપ્ટન પાર્થિવ પટેલે મુંબઈના બોલરોને જોરદાર લડત આપી હતી અને સાડાત્રણ કલાક સુધી ક્રીઝ પર ટકી રહીને ૧૪૬ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા.
મુંબઈના બોલર ઝહીર ખાને બે વિકેટ લીધી હતી, પરંતુ પાર્થિવની વિકેટ લેવામાં તે નહીં, પણ બીજો ખાન (પેસબોલર જાવેદ ખાન) સફળ થયો હતો. ગુજરાતના બીજા બૅટ્સમૅન ભાર્ગવ મેરાઈએ ૪૧ રન બનાવ્યા હતા. મુંબઈના લેફ્ટી સ્પિનરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK