Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંખુરીની પતિ કૃણાલ પંડ્યા સાથેની આ તસવીર તેને કરાવે છે ઘરનો અહેસાસ

પંખુરીની પતિ કૃણાલ પંડ્યા સાથેની આ તસવીર તેને કરાવે છે ઘરનો અહેસાસ

30 January, 2019 04:45 PM IST | સ્પોર્ટ્સ ડેસ્ક

પંખુરીની પતિ કૃણાલ પંડ્યા સાથેની આ તસવીર તેને કરાવે છે ઘરનો અહેસાસ

પંખુરી શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર કરી શેર.

પંખુરી શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર કરી શેર.


ઇન્ડિયન ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ અને પેટ્સ સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીર પર તેણે કેપ્શન લખ્યું છે, "Everything and everyone in this picture makes me feel HOME" (આ તસવીરમાં રહેલા તમામ લોકો અને તમામ વસ્તુઓ મને ઘરનો અહેસાસ કરાવે છે.)

કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના લગ્ન 27 ડિસેમ્બર, 2017ના રોજ થયા હતા. આ કપલ ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર પોતાના રોમાન્ટિક ફોટાઓ શેર કરે છે. તાજેતરમાં કૃણાલ પંડ્યા ન્યુઝમાં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનને તેની ટ્રીટમેન્ટ દરમિયાન આર્થિક મદદ કરી હતી. અકસ્માત થયા પછી જેકબ માર્ટિનની હાલત ખૂબ ગંભીર હતી અને હોસ્પિટલમાં બેડ-રિડન હાલતમાં હતો.



28 ડિસેમ્બરના રોજ જેકબ માર્ટિનનો એક્સિડેન્ટ થયો હતો અને તેના લિવર અને લંગ્સમાં ખૂબ જ ડેમેજ થયા પછી તે વેન્ટિલેટર પર હતો. બરોડા પ્લેયર્સની ટ્રીટમેન્ટનો પ્રતિદિનનો ખર્ચો રૂ.70,000 હતો. કૃણાલ પંડ્યા પણ બરોડા પ્લેયર્સમાં છે અને તેણે માર્ટિનના પરિવારને ઘણા બ્લેન્ક ચેક્સ આપ્યા હતા.


આ પણ વાંચો: ભૂતપૂર્વ ભારતીય ક્રિક્ટર જેકોબ માર્ટિનના સ્વાસ્થ્યમાં સુધારો, ખતરાથી બહાર

ઉલ્લેખનીય છે કે 2016ના આઇપીએલ ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે કૃણાલ પંડ્યાને 2 કરોડમાં ખરીદ્યો હતો. કૃણાલ પંડ્યાનો ભાઈ હાર્દિક પંડ્યા, જે તાજેતરમાં કરણ જોહરના ચેટ શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી માટે ચર્ચામાં આવ્યો હતો , તેણે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેથી મેદાન પર કમબેક કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 04:45 PM IST | સ્પોર્ટ્સ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK