Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અડવાણી ઈંગ્લૅન્ડમાં એ જ દેશના રસેલને હરાવીને સાતમું વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યો

અડવાણી ઈંગ્લૅન્ડમાં એ જ દેશના રસેલને હરાવીને સાતમું વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યો

30 October, 2012 05:50 AM IST |

અડવાણી ઈંગ્લૅન્ડમાં એ જ દેશના રસેલને હરાવીને સાતમું વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યો

અડવાણી ઈંગ્લૅન્ડમાં એ જ દેશના રસેલને હરાવીને સાતમું વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યો






લીડ્સ (ઇંગ્લૅન્ડ): ભારતના નંબર વન બિલિયર્ડ્સ અને સ્નૂકર પ્લેયર પંકજ અડવાણીએ રવિવારે ઇંગ્લૅન્ડમાં એ જ દેશના પીઢ ખેલાડી માઇક રસેલને ફાઇનલમાં આસાનીથી હરાવીને સાતમી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. અડવાણીએ રસેલને ટાઇમ ફૉર્મેટમાં ૧૮૯૫-૧૨૧૬થી હાર આપી હતી. અડવાણીએ સાતમાંથી ચાર વર્લ્ડ ટાઇટલ આ ફૉર્મેટમાં મેળવ્યા છે. બીજા ત્રણ ટાઇટલ પૉઇન્ટ ફૉર્મેટમાં હાંસલ કર્યા હતા. ૪૩ વર્ષના રસેલે ટાઇમ ફૉર્મેટમાં ૧૧ વખત આ ખિતાબ મેળવ્યો છે, પરંતુ રવિવારે ૨૭ વર્ષના અડવાણી સામે તેનો પફોર્ર્મન્સ ઘણો નબળો હતો.


અડવાણીએ રવિવારે જીતેલા ટાઇટલને સ્પેશ્યલ ગણાવ્યો હતો. તે ૨૦૦૩માં સ્નૂકરનું વર્લ્ડ ટાઇટલ જીત્યો હતો અને બિલિયડ્ર્સના આવા સાત ટાઇટલ ગણતાં કુલ આઠ વખત તે વિશ્વવિજેતા થયો છે. અત્યાર સુધી ભારતનો કોઈ પણ રમતનો પ્લેયર કે ઍથ્લીટ કોઈ એક રમતમાં આઠ વર્લ્ડ ટાઇટલ નહોતો જીત્યો, પરંતુ અડવાણીએ એ સિદ્ધિ મેળવી છે. એક જ વર્ષમાં બિલિયર્ડ્સ અને સ્નૂકર બન્નેની વિશ્વસ્પર્ધામાં ભાગ લઈને બેમાંથી એક ટાઇટલ જીતનાર તે વિશ્વનો એકમાત્ર પ્લેયર છે.


અડવાણીએ રવિવારની યાદગાર જીત પછી કહ્યું હતું કે ‘હું ચીનની ઇન્ટરનૅશનલ સ્નૂકર ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લેવાનો વિચાર કરતો હતો, પરંતુ એ જ અરસામાં ઇંગ્લૅન્ડની આ વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ યોજાઈ અને મેં બન્નેમાંથી ઇંગ્લૅન્ડની સ્પર્ધાને પસંદ કરી હતી. મેં ટ્રોફી જીતવાનું નક્કી કર્યું હતું અને એમાં હું સફળ થયો. મને મારી સંકલ્પશક્તિ પર ગર્વ છે. રવિવારે મારી મમ્મીનો જન્મદિન હતો એટલે હું તેને આ ટ્રોફીના રૂપમાં અમૂલ્ય ભેટ આપીશ. મારા મોટા ભાઈ ડૉ. શ્રી અડવાણીએ માઇક રસેલ સામેની ફાઇનલ માટે મારું મનોબળ ખૂબ વધાર્યું હતું. મોટા ભાઈ મારી ટૅલન્ટથી અને રસેલની નબળાઈઓથી સારા જાણકાર છે એટલે એ બન્નેને લક્ષમાં રાખીને તેમણે ફોન પર મને કોચિંગ આપ્યું હતું. હું તેમના કહેવા પ્રમાણે જ રમ્યો અને આસાનીથી જીતી ગયો.’

બિલિયર્ડ્સ અને સ્નૂકર વચ્ચે શું તફાવત છે?


બિલિયર્ડ્સ ત્રણ પ્રકારના રંગવાળા બૉલથી રમાય છે. એમાં સફેદ, પીળા અને લાલ બૉલનો સમાવેશ છે. સફેદ અને પીળો બૉલ બન્ને હરીફ પ્લેયરના ક્યુ તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક પ્લેયર સફેદથી અને બીજો પીળાથી રમે છે. આમાં બન્ને પ્લેયરોએ બને એટલા વધુ પૉઇન્ટ મેળવવાના હોય છે. જે પ્લેયર સૌથી વધુ પૉઇન્ટ મેળવે એ વિજેતા કહેવાય છે.

સ્નૂકરમાં કુલ ૧૫ લાલ બૉલ, એક ક્યુ બૉલ અને છ રંગીન બૉલ હોય છે. લાલ બૉલ રેડ ચેરી તરીકે ઓળખાય છે. આમાં પ્લેયરે સૌથી પહેલાં એક લાલ બૉલ પૉટ (કાણું)માં ધકેલવાનો હોય છે. આને બૉલ પૉટ કર્યો કહેવાય.

ત્યાર પછી તેણે એક રંગીન બૉલ પૉટ કરવાનો હોય છે અને પછી ફરી એક લાલ બૉલ પૉટ કરવો પડે છે. આ રીતે વારાફરતી બૉલને પૉટ કરતા રહેવું પડે છે. લાલ બૉલ પૂરા થઈ ગયા બાદ રંગીન બૉલ પૉટ કરવા પડે છે. ફ્રેમને અંતે જે પ્લેયરના વધુ પૉઇન્ટ હોય તે વિજેતા કહેવાય છે. આમાં દરેક રંગના બૉલના પૉઇન્ટ આ પ્રમાણે હોય છે : રેડ-એક પૉઇન્ટ, યલો-બે પૉઇન્ટ,

ગ્રીન-ત્રણ પૉઇન્ટ, બ્રાઉન-ચાર પૉઇન્ટ, બ્લુ-પાંચ પૉઇન્ટ, પિન્ક-છ પૉઇન્ટ અને બ્લૅક-સાત પૉઇન્ટ.

વિશ્વ ખિતાબો ને સિદ્ધિઓ


પંકજ અડવાણી ૨૦૦૩માં વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપ જીત્યો હતો.

૨૦૦૫માં ટાઇમ અને પૉઇન્ટ બન્ને ફૉર્મેટનું બિલિયર્ડ્સનું વર્લ્ડ ટાઇટલ જીત્યો હતો. એક જ વર્ષમાં આ ટ્વિન ટાઇટલ્સ જીતનાર વિશ્વનો પ્રથમ પ્લેયર બન્યો હતો.

૨૦૦૮માં ફરી ટાઇમ અને પૉઇન્ટ બન્ને ફૉર્મેટનું બિલિયર્ડ્સનું વર્લ્ડ ટાઇટલ જીત્યો હતો. એક જ વર્ષમાં આ ટ્વિન ટાઇટલ્સ બે વાર જીતનાર એકમાત્ર પ્લેયર છે.

૨૦૦૭માં વર્લ્ડ બિલિયર્ડ્સ સ્પર્ધા જીત્યો હતો.

૨૦૦૯માં વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો હતો.

૨૦૧૨માં વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીત્યો હતો.
Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK