પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ચાર બૉલમાં ચાર બૅટ્સમેનોના દાંડિયા ગુલ કરીને મચાવ્યો તરખાટ

Published: 22nd September, 2020 10:37 IST | IANS | London

રવિવારે વિટાલિટી બ્લાસ્ટમાં રમાયેલી ટી૨૦ મૅચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ હેમ્પશર વતી મિડલસેક્સ સામે રમતાં ચાર બૉલમાં ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

શાહીન આફ્રિદી
શાહીન આફ્રિદી

 રવિવારે વિટાલિટી બ્લાસ્ટમાં રમાયેલી ટી૨૦ મૅચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ હેમ્પશર વતી મિડલસેક્સ સામે રમતાં ચાર બૉલમાં ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. આફ્રિદીએ મૅચમાં ૧૯ રન આપીને ૬ વિકેટ લીધી હતી. હેમ્પશરના કોઈ પણ બોલરે કરેલો આ બેસ્ટ પર્ફોર્મન્સ બની રહ્યો છે. હરીફ ટીમને જીતવા માટે ૧૮ બૉલમાં ૨૩ રનની જરૂર હતી અને તેમની ચાર વિકેટ બાકી હતી ત્યારે હેમ્પશરના કૅપ્ટને ૧૮મી ઓવર આફ્રિદીને આપી હતી. શરૂઆતના બે બૉલમાં રન મેળવ્યા બાદ ત્રીજા બૉલથી આફ્રિદીએ ઉપરાછાપરી યૉર્કર નાખી બૅટ્સમેનોના દાંડિયા ગુલ કરીને તેમને પૅવિલિયનભેગા કરી દીધા હતા. આ સીઝનમાં હેમ્પશરની આ પહેલી જીત હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK