ભારતને હરાવી અલગ રીતે મનાવવા ઈચ્છતા હતા પાકિસ્તાની પ્લેયર, બોર્ડની મનાઈ

Updated: Jun 08, 2019, 11:36 IST

16 જૂને થનારી મેચ પહેલા પાકિસ્તાનના પ્લેયર્સે તેમના બોર્ડ પાસેથી અજીબ માગણી કરી હતી. પાકિસ્તાની પ્લેયર્સ ભારત સામે મેચ જીત્યા પછી કઈક અલગ રીતે સેલિબ્રેશન કરવાના મૂડમાં હતા જો કે PCB (Pakistan cricket board) દ્વારા આ માગને નકારવામાં આવી છે.

16 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
16 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપનો માહોલ ગરમ થઈ રહ્યો છે અને જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય ત્યારે આ માહોલ વધારે ગરમાય છે. વર્લ્ડ કપ હોય કે કોઈ સામાન્ય સિરીઝ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હમેશા ખાસ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં 16 જૂને મેચ રમાવાની છે. 16 જૂને થનારી મેચ પહેલા પાકિસ્તાનના પ્લેયર્સે તેમના બોર્ડ પાસેથી અજીબ માગણી કરી હતી. પાકિસ્તાની પ્લેયર્સ ભારત સામે મેચ જીત્યા પછી કઈક અલગ રીતે સેલિબ્રેશન કરવાના મૂડમાં હતા જો કે PCB (Pakistan cricket board) દ્વારા આ માગને નકારવામાં આવી છે.

પાકિસ્તાનની વેબસાઈટ પાક પૈશનના સંપાદક સાજ સાદિકે તેમના ટ્વીટમાં આ વિશે માહિતી આપી હતી. સાદિકે તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, પીસીબીએ સરફરાઝ અહમદ અને તેમની ટીમ તરફથી કરવામાં આવેલી અપીલને નામંજૂર કરી છે. આ માગ ભારત સામે મેચ જીત્યા પછી અલગ સેલિબ્રેશન કરવાની હતી. સરફરાઝ અને ટીમની માગ ભારતીય ટીમ દ્વારા માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં સેનાની કેપ પહેરવાના પ્રતિકાર રુપે હતી. પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં આર્મી કેપ પહેરી હતી.

આ પણ વાંચો: બુમરાહની ઓપનિંગ સ્પેલને કારણે હું સફળ રહ્યો હતો: ચહલ

પાકિસ્તાની પ્લેયર્સની આ માગ પીસીબી દ્વારા નકારવામાં આવી હતી. સાદિકના ટ્વીટ અનુસાર પીસીબીએ પાકિસ્તાની પ્લેયર્સને ક્રિકેટ પર ધ્યાન આપવાનું કહ્યું છે. પીસીબીના ચેરમેન અહસાન મનીએ આ વિશે જવાબમાં લખ્યું હતું કે, આપણે એ ના કરીએ શકીએ જે બીજી ટીમો કરે છે. સેલિબ્રેશન કરવાની બીજી ઘણી રીતો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK