વર્લ્ડ કપની ક્રિકેટ ક્વૉલિટી ખૂબ જ નિરાશાજનક છે : શોએબ અખ્તર

Published: Jul 07, 2019, 11:00 IST | નવી દિલ્હી

અખ્તરે કહ્યું છે કે ‘વર્લ્ડ કપમાં જે ક્વૉલિટીથી ક્રિકેટ રમાડવામાં આવી રહ્યું છે એનાથી હું જરાય ખુશ નથી. રન કરવા ઘણા સરળ બની ગયા છે.

વર્લ્ડ કપની ક્રિકેટ ક્વૉલિટી ખૂબ જ નિરાશાજનક છે : શોએબ અખ્તર
વર્લ્ડ કપની ક્રિકેટ ક્વૉલિટી ખૂબ જ નિરાશાજનક છે : શોએબ અખ્તર

વર્લ્ડ કપ ૨૦૧૯માં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે પાકિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચે એ સંભવ તો નથી લાગી રહ્યું. ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડને હરાવી પાકિસ્તાનનાં સપનાંઓ દફનાવી દીધાં છે. પાકિસ્તાનની આ ખરાબ હાલત બાદ ફરી એક વાર ટીમ પર પ્રહાર થઈ રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર વર્લ્ડ કપની દરેક ટીમથી ખૂબ જ નારાજ છે.

આ સંદર્ભમાં અખ્તરે કહ્યું છે કે ‘વર્લ્ડ કપમાં જે ક્વૉલિટીથી ક્રિકેટ રમાડવામાં આવી રહ્યું છે એનાથી હું જરાય ખુશ નથી. રન કરવા ઘણા સરળ બની ગયા છે. ૧૯૯૦-૨૦૦૦માં અમારા બોલરો પાસે જે ક્વૉલિટી હતી એ આજના પ્લેયરોમાં નથી. આજે ત્રણ પાવર પ્લે મળે છે, બે નવા બૉલ મળે છે જેને કારણે સ્કોર કરવો ઘણો ઇઝી થઈ જાય છે.’

આ પણ વાંચોઃ World Cup 2019 : હાર બાદ બાંગ્લાદેશના સુકાની મુર્તજાએ આ ખેલાડીની માફી માંગી

 આ ઉપરાંત ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે સેમી ફાઇ‌નલમાં ક્વૉલિફાય થવા જે મૅચ રમાઈ એ વિશે પણ શોએબ ન્યુ ઝીલૅન્ડની ગેમથી સંતુષ્ટ નથી. તેનું કહેવું છે કે ‘ન્યુ ઝીલૅન્ડની રમતથી હું ઘણો નારાજ છું. તે લોકોએ ઇંગ્લૅન્ડને જરાય ફાઇટ ન આપી અને સરન્ડર કરી દીધું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK