Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાનિયા મિર્ઝા બાદ આ ભારતીય યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની પુત્રવધુ

સાનિયા મિર્ઝા બાદ આ ભારતીય યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની પુત્રવધુ

30 July, 2019 04:05 PM IST |

સાનિયા મિર્ઝા બાદ આ ભારતીય યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની પુત્રવધુ

સાનિયા મિર્ઝા બાદ આ ભારતીય યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની પુત્રવધુ


પાકિસ્તાની ક્રિકેટર હસન એક ભારતીય યુવતી સાથે થોડા સમયમાં નિકાહ કરવાની તૈયારી કરી રહ્યો છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પછી ફરી એક ભારતીય મહિલા પાકિસ્તાની ક્રિકેટરની પત્ની બનશે. સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. હવે પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી મેવાતની એક છોકરી સાથે નિકાહ કરવા જઈ રહ્યાં છે. મેવાતની આ છોકરી એર અમીરાતની ફ્લાઈટ ઈન્જીનિયર છે.

નૂહના ચંદેની ગામની શામિયા આરજૂ સાથે હસન અલી લગ્ન કરવા જઈ રહ્યાં છે. શામિયા આરજૂ 20 ઓગસ્ટે નિકાહ કરશે. શામિયા અને હસન અલી 20 ઓગસ્ટે દુબઈના એટલાંટિસ પામ જુમેરા પાર્ક હોટલમાં નિકાહ કરશે. આમ તો મેવાત ક્ષેત્રની ઘણી યુવતીઓના લગ્ન પાકિસ્તાનમાં થઈ ચૂક્યા છે પરંતુ હવે જે લગ્ન થઈ રહ્યાં છે તે હાઈપ્રોફાઈલ લગ્ન થશે.



આ પણ વાંચો: વિન્ડીઝ પ્રવાસે જતા પહેલા કોહલી અને રોહિત શેર કરી ફોટો, છતાં ચાહકો થયા નિરાશ


શામિયા આરજૂ છેલ્લા 3 વર્ષથી દુબઈમાં છે. શામિયા આરજૂના પિતા લિયાકત અલી બીડીપીઓના પદ પર રહી ચૂક્યા છે. હાલ તે ફરીદાબાદમાં રહે છે.. આ લગ્નને લઈને લિયાકત અલીએ કહ્યું હતું કે, તેમને પુત્રીના લગ્ન કરાવવા છે તે પછી ભલે પાકિસ્તાનમાં હોય કે ભારતમાં લિયાકત અલી ખાનના કેટલાક સંબંધીઓ પહેલાથી પાકિસ્તાનમાં છે અને તેમની સાથે સંબંધ ધરાવે છે. શામિયા અને હસન અલીના લગ્ન પરિવારોના જૂના સંબંધોના કારણે થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 04:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK