પાકિસ્તાન-શ્રીલંકા મૅચ વરસાદે ધોઈ નાખી : બન્ને ટીમોને એક-એક પૉઇન્ટ

Published: Jun 08, 2019, 12:21 IST | બ્રિસ્ટલ

ગઈ કાલે બન્ને બે એશિયન દેશ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપ મૅચ વરસાદને કારણે એક પણ બૉલ ફેંકાયા વિના ધોવાઈ ગઈ હતી.

પાકિસ્તાન-શ્રીલંકા
પાકિસ્તાન-શ્રીલંકા

ગઈ કાલે બન્ને બે એશિયન દેશ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની વર્લ્ડ કપ મૅચ વરસાદને કારણે એક પણ બૉલ ફેંકાયા વિના ધોવાઈ ગઈ હતી. અમ્પાયર નાઈજેલ લૉન્ગ અને ઇયાન ગાઉલ્ડે સ્થાનિક સમય પ્રમાણે ૩.૪૬ વાગ્યે છેલ્લા ઇન્સ્પેક્શનમાં મૅચ રદ જાહેર કરી હતી. પાકિસ્તાને યજમાન ઇંગ્લૅન્ડને હરાવવામાં સફળતા મેળવી હતી, જ્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૩૪ રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો : ભારતને હરાવી અલગ રીતે મનાવવા ઈચ્છતા હતા પાકિસ્તાની પ્લેયર, બોર્ડની મનાઈ

વર્લ્ડ કપમાં શ્રીલંકા પાકિસ્તાન સામે તમામ ૭ મૅચ હાર્યું છે. મૅચ રદ થતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ એનાયત કરવામાં આવ્યો હતો એથી પૉઇન્ટ ટેબલમાં બન્નેની પ્રગતિ થઈ હતી. આવતી કાલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચમાં વરસાદ પડવાની શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK