સાઉથ આફ્રિકાને ગઈ કાલે બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે માત્ર ૨૦૧ રનમાં ઑલઆઉટ કરી પાકિસ્તાને મૅચમાં મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી. ૪ વિકેટે ૧૦૬ રનથી આગળ રમવા ઊતરેલી સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગમાં ખાસ કંઈ કરી શકી નહોતી. ટેમ્બા બવુમા ૪૪ રન કરીને છેલ્લે સુધી પિચ પર નાબાદ રહ્યો હતો, પણ તેને સામે કોઈ પણ સાથીપ્લેયરનો સાથ નહોતો મળ્યો. ટીમના ચાર ખેલાડી એકઅંકી સ્કોરમાં આઉટ થયા હતા જેમાંથી ત્રણ પ્લેયર્સ ખાતું પણ ખોલી શક્યા નહોતા. હસન અલીએ સૌથી વધારે પાંચ વિકેટ મેળવી હતી, જ્યારે શાહીન આફ્રિદી, ફહીમ અશરફ અને નૌમાન અલીને એક-એક વિકેટ મળી હતી.
પહેલી ઇનિંગમાંના ૭૧ રનની લીડ સાથે બીજી ઇનિંગમાં રમવા ઊતરેલા પાકિસ્તાને દિવસના અંત સુધીમાં ૬ વિકેટે ૧૨૯ રન બનાવીને કુલ ૨૦૦ રનની લીડ મેળવી લીધી હતી. અત્યાર સુધી અઝહર અલીએ સૌથી વધારે ૩૩ રન બનાવ્યા હતા. જ્યૉર્જ લિન્ડેને ત્રણ, કેશવ મહારાજ બે અને કૅગિસો રબાડાને એક વિકેટ મળી હતી.
મોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ
26th February, 2021 17:11 ISTત્રીજી ટેસ્ટનો માત્ર ૧૪૦.૨ ઓવરમાં ધી એન્ડઃ ભારતની લૉર્ડ્સની ટિકિટ ઑલમોસ્ટ કન્ફર્મ
26th February, 2021 08:14 ISTલેન્ગ્થ અને સ્પીડ અક્ષરના વિનાશ-મંત્રો
26th February, 2021 08:12 IST૪ રનથી જીતી સાથે ન્યુ ઝીલૅન્ડે લીધી ૨-૦થી લીડ, ગપ્ટિલ ભારે પડતાં કાંઠે આવીને ડૂબ્યું ઑસ્ટ્રેલિયા
26th February, 2021 08:08 IST