વિલિયમસન-નિકોલસે પરેશાન કર્યું પાકિસ્તાનને

Published: 5th January, 2021 15:17 IST | Gujarati Mid-day Correspondent | Christchurch

બન્ને વચ્ચે અણનમ ૨૧૫ રનની પાર્ટનરશિપના જોરે કિવી ટીમે બનાવ્યા ત્રણ વિકેટે ૨૮૬ રન, લીડ મેળવવામાં ફક્ત ૧૧ રન દૂર

જોડી જાનદાર: અણનમ ૨૧૫ રનની પાર્ટનરશીપ ફટકારનાર વિલિયમસન અને નિકોલસ.
જોડી જાનદાર: અણનમ ૨૧૫ રનની પાર્ટનરશીપ ફટકારનાર વિલિયમસન અને નિકોલસ.

પાકિસ્તાન સામે બીજી અને છેલ્લી ટેસ્ટના ગઈ કાલે બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે કૅપ્ટન કેન વિલિયમસન અને હેન્રી નિકોલસના શાનદાર પર્ફોર્મન્સના જોરે મૅચ પર પકડ મેળવી લીધી હતી. પાકિસ્તાનના ૨૯૭ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે બીજા દિવસના અંતે ૩ વિકેટે ૨૮૬ રન બનાવી લીધા હતા. પાકિસ્તાનના સ્કોરથી તેઓ હવે ફક્ત ૧૧ રન દૂર છે અને તેમની ૭ વિકેટ હાથમાં છે.

રેકૉર્ડબ્રેક ૨૧૫ રનની પાર્ટનરશીપ

પાકિસ્તાનના ૨૯૭ રનના જવાબમાં ગઈ કાલે બીજા દિવસે ઇનિગ્સની શરૂઆત કરતા કિવી ટીમે ૭૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને પાકિસ્તાન મૅચ પર હાવી થવા લાગ્યું હતું. ત્યારે ગોલ્ડન ફોર્મમાં રમી રહેલા કૅપ્ટન કેન વિલિયમસન (૧૭૫ બૉલમાં ૧૬ ફોર સાથે અણનમ ૧૧૨ રન) અને હૅન્રિ નિકોલસ (૧૮૬ બૉલમાં ૮ ફોર સાથે અણનમ ૮૯ રન) વચ્ચે ચોથી વિકેટ અણનમ ૨૧૫ રનની પાર્ટનરશીપ પાકિસ્તાનને ત્યારબાદ આખો દિવસ હંફાવ્યા હતાં. પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટે ન્યૂ ઝીલૅન્ડ વતી આ હાઈઅેસ્ટ પાર્ટનરશીપ બની ગઈ હતી. આ ઉપરાંત ૨૦૧૮માં વિલિયમસન અને નિકોલસ વચ્ચે આ સેકન્ડ હાઈઅેસ્ટ ચોથી સેન્ચુરી પાર્ટપરશીપ હતી. સૌથી વધુ પાંચ વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેઅે વચ્ચે સૌથી વધુ પાંચ સેન્ચુરી પાર્ટનરશીપ છે.

નિકોલર શરૂઆતમાં જ વિકેટકિપરને કૅચ આપી બેઠો હતો પણ અમ્પાયરે અે નો બોલ જાહેર કયોર઼્ હતો. બોલર શાહીદ શાહ આફ્રિદીની આ ભૂલ ટીમા આખો દિવસ સતાવતી રહી હતી.

વિલિયમસનની ૨૪મી સેન્ચુરી

અણનમ ૧૧૨ રન સાથે વિલિયસમસને ટેસ્ટ કરિયરની ૨૪મી સેન્ચુરી ફટકારી હતી. આ ઉપરાંત તેણે આ સમર સીઝનમાં રમેલી દરેક ટેસ્ટમાં અને સતત ત્રીજી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ૨૫૧ રન બાદ બીજી ટેસ્ટ અે સંતાનના જન્મને લીધો નહોતો રમ્યો. ત્યારબાદ આ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૨૯ અને હવે અણનમ ૧૧૨ રન બનાવ્યા છે.

શ્રીલંકા ફરી મુશ્કેલીમાં

જૉહનસીબર્ગમાં ચાલી રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટમાં પણ શ્રીલંકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પહેલી ટેસ્ટમાં શ્રીલંકા એક ઇનિગ્સ અને ૦૦ રનથી પરાજય થયો હતો. બીજી ટેસ્ટમાં ઇન્જરીને લીધે નબળી પડી ગયેલી શ્રીલંકાએ પહેલી ઇનિગ્સમાં એન્રિચ નૉકિયાના કરિયર બેસ્ટ ૫૬ રનમાં ૬ વિકેટના તરખાટ સામે ૧૫૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ ઓપનર ડીગ એગ્લરની (૧ર૭ રન) સેન્ચુરીના જોરે ૩૦૨ રન બનાવીને ૧૪૫ રનની લીડ લીધી હતી. શ્રીલંકા વતી વિશ્વા ફર્નાન્ડોએ ૧૦૧ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા બીજી ઇનિગ્સ લુંગી એન્ગડીના ૧૯ રનમાં ૩ વિકેટના તરખાટ સમે ૧૧૩ રનમાં ચાર વિકેટ ગુમાવીને વાઇટવૉશની નજીક પહોંચી ગયા હતાં. એક ઇનિગ્સથી હારથી બચવા હજુ ૩૨ રનની જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK