પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચને લઇને વસીમ અકરમે કહી મહત્વની વાત

Published: Jun 25, 2019, 23:45 IST | London

હાર બાદ પાકિસ્તાન ટીમની ઘણી આલોચના કરવામાં આવી હતી. ત્યાર બાદ ટીમે સાઉથ આફ્રિકા જેવી મજબુત ટીમને પણ માત આપી આત્મવિશ્વાસ વધાર્યો હતો.

વસિમ અકરમ
વસિમ અકરમ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને હરાવ્યું હતું. જોકે હાર બાદ પાકિસ્તાન ટીમની ઘણી આલોચના કરવામાં આવી હતી. ત્યાર બાદ ટીમે સાઉથ આફ્રિકા જેવી મજબુત ટીમને પણ માત આપી આત્મવિશ્વાસ વધાર્યો હતો.

પાકિસ્તાનને લઇને વસીમ અકરમે શું કહ્યું
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે સુકાની સરફરાઝ અહમદને સલાહ આપી છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પોતાની ટીમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરે. દક્ષિણ આફ્રિકાને છેલ્લી મેચમાં
49 રનથી પરાજય આપીને પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. 

પાકિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવશે
: અકરમ
અકરમને આશા છે કે પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમ
1992ના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે. તે વિશ્વકપમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ એકપણ મેચ ન હારી અને ફરી પાકિસ્તાને તેને ક્રાઇસ્ટચર્ચમાં સાત વિકેટે પરાજય આપ્યો હતો. અકરમના હવાલાથી જણાવ્યું, ''તે 1992મા પણ અમારો સામનો કર્યા પહેલા અજેય હતી અને પછી અમે મેચ જીતી. તે આ વખતે પણ એક મેચ હાર્યું નથી અને મને આશા છે કે અમે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું, પરંતુ તેમ કરવા માટે પ્લેયરોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

અકરમે વધુમાં કહ્યું
, છેલ્લી મેચમાં વિજય મેળવનારી ટીમમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તે ઈચ્છે છે કે પાકિસ્તાન પોતાની ફીલ્ડિંગને સારી કરી, ખાસ કરીને કેચિંગ જે આ વિશ્વકપમાં ખરાબ રહ્યું છે. પાકિસ્તાને અત્યાર સુધી છ મેચોમાં કુલ 14 કેચ છોડ્યા છે. અકરમે કહ્યું, અમે ટૂર્નામેન્ટમાં 14 કેચ છોડ્યા છે. વિશ્વ કપમાં કેચ છોડવાની યાદીમાં આપણે ટોપ પર છીએ જે એક સારો સંકેત નથી. આ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ આપણે તેનો હલ કાઢવો પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK