Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આજે પહોંચશે ઇંગ્લૅન્ડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આજે પહોંચશે ઇંગ્લૅન્ડ

28 June, 2020 06:35 PM IST | Mumbai Desk
Agencies

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આજે પહોંચશે ઇંગ્લૅન્ડ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ


ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ રવિવારે એટલે કે આજે ઇંગ્લૅન્ડ પહોંચી જશે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચ અને ત્રણ ટી૨૦ મૅચ રમાશે. જોકે ખાલી સ્ટેડિયમમાં રમાનારી આ સિરીઝ માટે ઈસીબીએ હજી સુધી કોઈ તારીખ નક્કી નથી કરી. મોહમ્મદ હાફિઝ સહિત ૧૦ પાકિસ્તાની પ્લેયર જે કોરોના-પૉઝિટિવ આવ્યા છે તેઓ આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે. જે પ્લેયરો પહેલા રાઉન્ડમાં કોરોના-નેગેટિવ આવ્યા હતા તેમની બીજા રાઉન્ડમાં કોરોના-ટેસ્ટ પચીસમી જૂને કરવામાં આવી હતી. ઈસીબીએ કહ્યું કે ‘તેઓ (પાકિસ્તાનની ટીમ) ૧૩ જુલાઈએ ડર્બીશરના ઇન્કોરા કાઉન્ટી ગ્રાઉન્ડ પર સ્થાનાંતરિત કરતાં પહેલાં બ્લૅકફિંચ ન્યુ રોડ, વર્સેસ્ટર ખાતે ૧૪ દિવસના આઇસોલેશનમાં જશે અને ત્યાર બાદ ચાર દિવસની બે ઇન્ટર્નલ વૉર્મ-અપ મૅચ પહેલાં તેમનું ટેસ્ટિંગ કરવામાં આવશે. મહેમાન ટીમના દરેક સભ્યો અહીં આવતાં પહેલાં ટેસ્ટ કરાવી ચૂક્યા છે. જે પ્લેયરો કોરોના-પૉઝિટિવ હતા તેમને પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નથી આવી.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 06:35 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK