કોચ મિસબાહ બન્યો આક્રમક, પાકિસ્તાની ક્રિકેટરો પર મુક્યો આ પ્રતિબંધ

Mumbai | Sep 17, 2019, 19:25 IST

પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા કોચ અને મુખ્ય પસંદગીકર્તા મુસ્બાહ ઉલ હકે પોતાના ચાર્જ સંભાળી લીધો છે અને શરૂઆતથી જ આક્રમક મુડમાં જોવા મળ્યો છે. પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ મિસ્બાહે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને પસંદગીકર્તા મિસબાહ ઉલ હક્ક
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને પસંદગીકર્તા મિસબાહ ઉલ હક્ક

Mumbai : પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા કોચ અને મુખ્ય પસંદગીકર્તા મુસ્બાહ ઉલ હકે પોતાના ચાર્જ સંભાળી લીધો છે અને શરૂઆતથી જ આક્રમક મુડમાં જોવા મળ્યો છે. પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ મિસ્બાહે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ખેલાડીઓની ફિટનેસને લઇને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.


મુસ્બાહે ખેલાડીઓની ફિટનેસ પર સૌથી વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું
કોચ મિસ્બાહ ઉલ હકે ખેલાડીઓની ફિટનેસ સુધારવા તેમના માટે ડાયટ અને ન્યૂટ્રિશન પ્લાનમાં ફેરફાર કર્યો છે. મિસ્બાહે નેશનલ કેમ્પ અને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ દરમિયાન બધા ખેલાડીઓને ભારી અને તેલ વાળું ખાવાની ના પાડી છે. તેની જગ્યાએ હેલ્થી અને વધુ માત્રામાં ફ્રૂટ્સ ખાવાની સલાહ આપી છે. આઈસીસી વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાની ખેલાડીઓ પર બહુ સવાલ ઉભા થયા હતા. તેમજ તે માટે તેમની ભારે ટીકા થઇ હતી.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

ડાયટ પ્લાનનું પાલન ન કરનારને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવશે
કોચના નિર્ણય અંગે જાણકારી આપતા એક સૂત્રે કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓ જયારે ટીમમાં નથી હોતા ત્યારે જંક ફૂડ અને વધુ તેલ વાળી વસ્તુઓ ખાવા માટે જાણીતા છે. મિસ્બાહે તેમને આ માટે ના પાડી છે, તેમજ એક બુક બનાવી છે અને જે ખેલાડી તેનું પાલન નહીં કરે તેને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવશે. મિસ્બાહ 43 વર્ષની ઉંમર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. તે 45 વર્ષની વય સુધી એક ખેલાડી તરીકે એક્ટિવ રહ્યો હતો. તે પોતાની ફિટનેસના કારણે જ ખેલાડીઓનો રોલ મોડલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK