વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમના ૩૦ સંભવિત ખેલાડીઓમાં, સસ્પેન્ડેડ અજમલનો સમાવેશ

Published: 7th December, 2014 07:38 IST

જૂના જોગીઓ કામરાન અકમલ અને શોએબ મલિકને પણ યાદ કરવામાં આવ્યા


આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ૩૦ સંભવિત ખેલાડીઓની ટીમમાં જૂના જોગીઓ વિકેટકીપર કામરાન અકમલ, શોએબ મલિક અને સ્પિનર સઈદ અજમલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અજમલ પર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉãન્ïસલ (ત્ઘ્ઘ્)એ શંકાસ્પદ ઍક્શનને કારણે સપ્ટેમ્બર મહિનામાંથી પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાની ક્રિકેટ ર્બોડના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અંતિમ ૧૫ ખેલાડીઓનાં નામ આપવા માટે હજી સમય છે. અજમલની ઍક્શનને સુધારવાની પ્રક્રિયા હજી ચાલુ છે. વળી તેની સુધારેલી અïૅક્શન પણ સારી છે. તેને થોડા દિવસ બાદ બાયોમેટ્રિક ટેસ્ટ માટે મોકલવામાં આવશે.’

સંભવિત ખેલાડીઓ


મોહમ્મદ હફીઝ, અહમદ શહઝાદ, નાસિર જમશેદ, શાર્જિલ ખાન, સામી અસલમ, મિસ્બાહ-ઉલ-હક, યુનીસ ખાન, અસદ શફીક, અઝહર અલી, શોએબ મકસૂદ, ફવાદ આલમ, હરિસ સોહેલ, શોએબ મલિક, ઉમર અકમલ, મોહમ્મદ ઇરફાન, વહાબ રિયાઝ, જુનૈદ ખાન, ઉમર ગુલ, એહસાન આદિલ, મોહમ્મદ તલ્હા, સઈદ અજમલ, ઝુલ્ફીકાર બાબર, રઝા હસન, યાસિર શાહ, શાહિદ આફ્રિદી, અનવર અલી, બિલાવલ ભટ્ટી, સોહેલ તનવીર, સરફરાઝ અહમદ, કામરાન અકમલ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK