ભારત સામે હાર્યા બાદ પાક. કોચ મિકી આર્થર આત્મહત્યા કરવા માંગતા હતા

Published: Jun 24, 2019, 23:38 IST | London

હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કૉચ મિકી આર્થર આત્મહત્યા કરવા માંગતા હતા. આ વાતની જાણકારી તેમણે ખુદ આપી છે. પાકિસ્તાનનાં કૉચ મિકી આર્થરે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકને હરાવ્યા બાદ ટીમની ભરપુર પ્રશંસા કરી હતી.

કોચ મિકી આર્થર
કોચ મિકી આર્થર

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત સામે થયેલી કારમી હાર બાદ પાકિસ્તાન ટીમની વિશ્વભરમાંથી આલોચના થઇ રહી હતી. આ મેચમાં ભારતે 89 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કૉચ મિકી આર્થર આત્મહત્યા કરવા માંગતા હતા. આ વાતની જાણકારી તેમણે ખુદ આપી છે. પાકિસ્તાનનાં કૉચ મિકી આર્થરે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકને હરાવ્યા બાદ ટીમની ભરપુર પ્રશંસા કરી હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે, ભારતનાં હાથેથી મળેલી હાર બાદ અમારી ટીમની ઘણી ટીકા થઈ. આનાથી હું અને ટીમ ઘણા ખેલાડીઓ દબાવમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે તે એટલા ચિંતિત થઈ ગયા હતા કે સુસાઈડ કરવા ઇચ્છતા હતા.


ભારત સામેની હાર બાદ પાક. કોચનો મોટો ખુલાસો

વર્લ્ડ કપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનાં કૉચ મિકી આર્થરે કહ્યું, “વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથેની મેચ બાદ ખેલાડી થાકી ગયા હતા. દરેક ખેલાડી હાર બાદ થયેલી આલોચના અને મીડિયા, લોકો, સોશિયલ મીડિયા પર આપવામાં આવતી પ્રતિક્રિયાથી દુ:ખી હતા. આશા છે કે જીત બાદ અમારી ટીમ માટે લોકો સારું લખશે. કેટલીકવાર માટે તો પાકિસ્તાનની ટીમે લોકોનાં મોઢા બંધ કરી દીધા હતા. ભારત સામેની હાર બાદ હું સુસાઈડ કરવા ઇચ્છતો હતો.


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

પાકિસ્તાને સાઉથ આફ્રિકાને હરાવ્યું

જણાવી દઇએ કે રવિવારનાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં પાકિસ્તાને 300થી વધારે રન બનાવ્યા હતા અને બૉલિંગ પણ સારી કરી હતી. પાકિસ્તાને આ મેચમાં 49 રને જીત મેળવી હતી. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ બીજી જીત છે. આ પહેલા પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું હતુ.


સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના

આ સાથે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના જીવિત છે. પાકિસ્તાનની ટીમ પોતાની બાકી બચેલી ત્રણેય મેચ જીતી જાય છે તો રન રેટ અને ઇંગ્લેન્ડનું પ્રદર્શન જો તેમનાં પક્ષમાં જાય છે તો સેમિફાઇનલ માટેનો પાકિસ્તાનનો રસ્તો સરળ બની રહેશે. પાકિસ્તાને પોતાની બાકીની 3 મેચ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK