ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાક. ટીમ જાહેર, સરફરાઝને સુકાની બાદ ટીમમાંથી પણ બાકાત રખાયો

Published: Oct 21, 2019, 19:26 IST | Mumbai

સરફરાઝ પાસેથી સુકાની પદ છીનવી લીધા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે આ ટીમમાં સરફરાઝને બાકાત રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટર સરફરાઝ
પાકિસ્તાન ક્રિકેટર સરફરાઝ

Mumbai : સરફરાઝ પાસેથી સુકાની પદ છીનવી લીધા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે આ ટીમમાં સરફરાઝને બાકાત રાખવામાં આવ્યો છે. સરફરાઝની જગ્યાએ મોહમ્મદ રિઝવાનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કોચ મિસ્બાહ સરફરાઝના શ્રીલંકા સામેની પ્રદર્શનથી નારાજ હતો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ અને મુખ્ય પસંદગીકાર મિસ્બાહ ઉલ હકે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટી20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે સરફરાઝના શ્રીલંકા સામેના પ્રદર્શનથી કોચ મિસબાહ નારાજ હતો. સરફરાઝ પાસેથી ટી20 અને ટેસ્ટની કમાન છીનવી લીધી છે. જેમાં ટેસ્ટમાં અઝહર અલીને અને ટી20 માં બાબર આઝમને સુકાની પદ સોપવામાં આવ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન પાકિસ્તાન ટીમમાંથી સરફરાઝને બાકાત રાખવામાં આવ્યો હતો. શ્રીલંકાએ પાકિસ્તાનમાં રમતા ટી20 સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી. તો મોહમ્મદ હફીઝ અને શોએબ મલિને પહેલા જ ટી20 ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

પાકિસ્તાનની ટેસ્ટ ટીમ
અઝહર અલી (સુકાની), બાબર આઝમ, અસદ શફીક, હારિસ સોહેલ, ઇમામ ઉલ હક, ઇરફાન ખાન સીનિયર, આબિદ અલી, ઇફ્તિખાર અહમદ, મોહમ્મદ અબ્બાસ, કાશિદ ભાટી, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાહ મસૂદ, યાસિર શાહ, નુસા ખાન.

પાકિસ્તાનની ટી
20 ટીમ
ફખર જમાન, બાબર આઝમ (સુકાની), હારિસ સોહેલ, આસિફ અલી, ઇફ્તિખાર અહમદ, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, ખુશદિલ શાહ, મોહમ્મદ આમિર, મોહમ્મદ ઇરફાન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મુસા ખાન, મોહમ્મદ હસનૈન, શાદાબ ખાન, ઉસ્માન કાદિર, વહાબ રિયાઝ.

'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

 
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK