Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યજમાન પાકિસ્તાનની હાલત આજે કરો યા મરો જેવી

યજમાન પાકિસ્તાનની હાલત આજે કરો યા મરો જેવી

07 October, 2019 11:28 AM IST | લાહોર

યજમાન પાકિસ્તાનની હાલત આજે કરો યા મરો જેવી

પ્રેક્ટિસ દરમિયાન શ્રીલંકાની ટીમ

પ્રેક્ટિસ દરમિયાન શ્રીલંકાની ટીમ


બે પાડોશી દેશ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાંની બીજી મૅચ આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે જેમાં બન્ને ટીમો આજની મૅચ જીતવા દરેક પ્રયાસ કરશે. ખાસ કરીને ૨-૦થી શ્રીલંકા સામે વન-ડે સિરીઝ જીતનાર પાકિસ્તાન માટે આ મૅચમાં કરો યા મરો જેવી સ્થિતિ છે, કારણ કે શ્રીલંકા પહેલી મૅચ ૬૪ રનથી જીતીને સિરીઝમાં ૧-૦થી આગળ છે અને જો આજની મૅચ પણ શ્રીલંકા જીતી જાય તો તે સિરીઝ પોતાના નામે કરવામાં સફળ થઈ જશે.
પહેલી ટી૨૦ મૅચમાં શ્રીલંકન બોલરો પાકિસ્તાની બૅટ્સમેન પર ભારે પડ્યા હતા અને કોઈ પણ પ્લેયર ૩૦નો આંકડો પાર કરી શક્યો ન હતો. નુવાન પ્રદીપ અને ઇસુરુ ઉડાનાએ ત્રણ-ત્રણ વિકેટ લઈને યજમાન ટીમના પાયા હલાવી મૂક્યા હતા. સામા પક્ષે શ્રીલંકન ઓપનર દનુષ્કા ગુનાથીલકાએ હાફ સેન્ચુરીની મદદથી ટીમ માટે સારો એવો સ્કોર ઊભો કરવામાં મદદ કરી હતી. આજની મૅચમાં પણ શ્રીલંકન પ્લેયરો પોતાનું પલડું ભારે કરી સિરીઝ ૨-૦થી જીતી લેવાનો પૂરો પ્રયાસ કરશે જ્યારે પાકિસ્તાન મહેમાન ટીમના આ ઇરાદાને નિષ્ફળ કરવાનો ચોક્કસ પ્રયાસ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 11:28 AM IST | લાહોર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK